યુદ્ધના ચક્કરમાં સામાન્ય માણસના ખિસ્સા ખાલી થશે ! પેટ્રોલ-ડીઝલ નહીં, હવે ખાવા-પીવાનું પણ મોંઘું થશે

ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચેનો આ ખતરનાક ખેલ હવે માત્ર સમાચાર પૂરતો મર્યાદિત નથી રહ્યો. જો તમને લાગતું હોય કે આ જંગથી માત્ર પેટ્રોલ કે ડીઝલના ભાવ વધશે, તો તમે ભૂલ કરી રહ્યા છો. રિપોર્ટમાં એક એવો ખુલાસો થયો છે કે, જે સાંભળીને કોઈપણ મધ્યમ વર્ગના માણસના હોશ ઊડી જશે.

| Updated on: Mar 23, 2026 | 6:53 PM
1 / 9
ગોલ્ડમેન સેક્સના રિપોર્ટ મુજબ, આ માત્ર એક યુદ્ધ નથી પણ સમગ્ર વિશ્વના અર્થતંત્ર માટે ખતરાની ઘંટડી છે. ઈરાન, અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષે તેલના પુરવઠાને (Oil Supply) ખરાબ રીતે પ્રભાવિત કર્યો છે તેમજ તેને ઈતિહાસનો સૌથી મોટો 'એનર્જી શોક' ગણાવવામાં આવ્યો છે. સૌથી મોટી ચિંતા એ છે કે, આ જંગ જલ્દી ખતમ થતી હોય તેવું દેખાઈ રહ્યું નથી. આવી સ્થિતિમાં "મોંઘવારી, ગ્રોથ અને બજાર" આ ત્રણેય પર મોટું સંકટ ઘેરાઈ રહ્યું છે.

2 / 9
બીજું કે, જ્યારે દુનિયાનું સૌથી મહત્વનું સંસાધન 'તેલ' અચાનક જોખમમાં આવી જાય છે, ત્યારે સ્થિતિ ગંભીર બની જાય છે. ગોલ્ડમેન સેક્સના રિપોર્ટ અનુસાર, અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત હુમલા બાદ ઈરાન સાથે જે સંઘર્ષ શરૂ થયો, તેણે સમગ્ર વિશ્વના એનર્જી સપ્લાયને હચમચાવી દીધો છે. દરેક વાર્તામાં એક એવો વળાંક હોય છે, જ્યાં બધું જ બદલાઈ જાય છે. આ વાર્તામાં તે વળાંક Strait of Hormuz (હોર્મુઝની સામુદ્રધુની) છે. અહીંથી દુનિયાનું લગભગ 30% તેલ પસાર થાય છે પરંતુ હવે સ્થિતિ એવી છે કે, અહીંથી પસાર થતો ટ્રાફિક લગભગ ઠપ્પ થઈ ગયો છે. તેલના ટેન્કરોની અવરજવર અટકી ગઈ છે, જહાજો જોખમમાં છે અને સમગ્ર વિશ્વની સપ્લાય ચેન ડગમગી ગઈ છે. આ જ કારણ છે કે, આ જંગ હવે માત્ર મિસાઈલોની નથી પરંતુ "એનર્જી કંટ્રોલ" ની જંગ બની ગઈ છે.

3 / 9
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ઈરાન આ જંગને પોતાના અસ્તિત્વની લડાઈ માની રહ્યું છે. ટૂંકમાં, તેના માટે આ માત્ર રાજકીય કે સૈન્ય સંઘર્ષ નથી પરંતુ પોતાની સત્તા અને ભવિષ્યને બચાવવાની લડાઈ છે. આથી, તે આ જંગને લાંબી ખેંચવાની રણનીતિ પર કામ કરી રહ્યું છે. બીજી તરફ અમેરિકા માટે પણ રસ્તો આસાન નથી. રિપોર્ટ દર્શાવે છે કે, અમેરિકા ત્યાં સુધી આ જંગને ખતમ થયેલી માની શકે નહીં, જ્યાં સુધી તે Strait of Hormuz પર નિયંત્રણ મેળવી ન લે. આવું એટલા માટે કારણ કે, જ્યાં સુધી ઈરાન આ રસ્તાને કંટ્રોલ કરતું રહેશે, ત્યાં સુધી તે દુનિયાના ઓઈલ સપ્લાય પર અસર પાડી શકે છે.

4 / 9
રિપોર્ટ અનુસાર, પર્શિયન ગલ્ફમાંથી તેલના સપ્લાયમાં દરરોજ અંદાજે 17.6 મિલિયન બેરલનો ઘટાડો થયો છે. આ વૈશ્વિક સપ્લાયના લગભગ 17% જેટલું છે. ઇતિહાસમાં અગાઉ ક્યારેય આટલો મોટો સપ્લાય ખોરવાયો નથી. વર્ષ 2022નું રશિયા-યુક્રેન યુદ્ધ પણ આની સામે નાનું દેખાય છે. સામાન્ય રીતે જ્યાં દરરોજ 20 મિલિયન બેરલ તેલ પસાર થતું હતું, તે હવે ઘટીને માત્ર 0.6 મિલિયન બેરલ રહી ગયું છે. એવામાં જ્યારે સપ્લાય ઓછો થાય છે, ત્યારે કિંમતો વધે છે. ગોલ્ડમેન સેક્સના જણાવ્યા અનુસાર, જો આ સંકટ લાંબુ ચાલશે તો તેલની કિંમતો વર્ષ 2008ના રેકોર્ડ સ્તરથી પણ ઉપર જઈ શકે છે. જો સપ્લાય ઝડપથી સામાન્ય થાય તો કિંમતો અમુક અંશે નીચે આવી શકે છે પરંતુ હાલમાં બજારમાં “રિસ્ક પ્રીમિયમ” વધી ગયું છે.

5 / 9
આની અસર માત્ર પેટ્રોલ પંપ સુધી સીમિત નથી. રિપોર્ટ જણાવે છે કે, તેલની કિંમતમાં થતો દરેક 10% નો વધારો વૈશ્વિક GDP માં ઘટાડો લાવે છે અને મોંઘવારી વધારે છે, જેની સીધી અસર લોકોના ખિસ્સા પર પડે છે. જો તેલ મોંઘું થશે, તો ફૂડ, ટ્રાન્સપોર્ટ અને વીજળી બધું જ મોંઘું થશે.

6 / 9
સૌથી રસપ્રદ વાત એ છે કે, અત્યાર સુધી બજારે આ સમગ્ર સંકટને માત્ર “મોંઘવારીનો ઝટકો” માનીને પ્રતિક્રિયા આપી છે પરંતુ રિપોર્ટ ચેતવણી આપે છે કે, અસલી ખતરો “ગ્રોથ સ્લોડાઉન” (આર્થિક વિકાસમાં મંદી) નો છે. જો જંગ લાંબી ચાલશે, તો કંપનીઓની કમાણી ઘટશે, રોકાણ ઘટશે અને આર્થિક ગતિવિધિઓ ધીમી પડશે. આ જ એ વળાંક હશે, જ્યાં બજારને અસલી ઝટકો લાગશે. તેલનો સપ્લાય પાછો લાવવો એટલો સરળ નથી. માની લો કે, કાલે જંગ ખતમ થઈ જાય...તો શું બધું તરત જ ઠીક થઈ જશે?

7 / 9
રિપોર્ટ કહે છે, ના... કારણ કે તેલના સપ્લાયને સામાન્ય સ્તર પર લાવવામાં સમય લાગશે. શિપિંગ કંપનીઓને ફરી ભરોસો કેળવવો પડશે, ઇન્શ્યોરન્સ મોંઘો થશે અને જોખમ જળવાઈ રહેશે. ટૂંકમાં, આની અસર લાંબા સમય સુધી ચાલુ રહી શકે છે.

8 / 9
રિપોર્ટ અનુસાર, બજારમાં આગળ જતાં ત્રણ સંભવિત સ્થિતિઓ સર્જાઈ શકે છે. પ્રથમ કિસ્સામાં જો સપ્લાય ઝડપથી સામાન્ય થઈ જાય તો સ્થિતિમાં વહેલો સુધારો આવી શકે છે અને કિંમતો નિયંત્રણમાં રહી શકે છે. બીજી સ્થિતિમાં જો સપ્લાયમાં અવરોધ લાંબો સમય ચાલુ રહે તો મધ્યમ સંકટ ઊભું થઈ શકે છે, જેના કારણે કિંમતો ઊંચી સપાટીએ જળવાઈ રહેશે. ત્રીજી અને સૌથી ગંભીર સ્થિતિમાં જો સપ્લાય લાંબા સમય સુધી પ્રભાવિત રહેશે, તો કિંમતોમાં મોટો ઉછાળો આવી શકે છે અને હાલમાં બજાર આ ત્રીજા વિકલ્પના જોખમને બિલકુલ નજરઅંદાજ કરી શકે તેમ નથી.

9 / 9
ઈરાન પાછળ હટવા તૈયાર નથી, અમેરિકા નિયંત્રણ વગર અટકી શકે તેમ નથી અને આ સંઘર્ષની વચ્ચે આખી દુનિયા ફસાયેલી છે. ગોલ્ડમેન સેક્સનો રિપોર્ટ સ્પષ્ટપણે કહે છે કે, અત્યારે જે દેખાઈ રહ્યું છે, તે તો માત્ર શરૂઆત છે. આગળ જતાં "મોંઘવારી, ગ્રોથ અને માર્કેટ" આ ત્રણેયમાં મોટો ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. આ સમગ્ર ઘટનાનો સૌથી મોટો સંદેશ એ છે કે, દુનિયા અત્યારે એક એવા વળાંક પર ઊભી છે કે, જ્યાં લેવાયેલો દરેક નિર્ણય આવનારા ઘણા વર્ષોનું ભવિષ્ય નક્કી કરશે.

Follow Us