શેરબજાર કરતા પણ વધુ કમાણીની લાલચ? ભારતીયોએ ETFમાં ઠાલવ્યા 1.8 લાખ કરોડ, સોના-ચાંદીમાં રોકાણનો તૂટ્યો રેકોર્ડ!

શું તમે હજુ પણ ફક્ત શેરબજારમાં જ પૈસા રોકી રહ્યા છો? સાવધાન, રોકાણનો ટ્રેન્ડ બદલાઈ ગયો છે. નાણાકીય વર્ષ 2026 માં ભારતીયોએ ઈક્વિટી કરતા સોના અને ચાંદીના ETF પર વધુ ભરોસો મૂક્યો છે. જાણો કેવી રીતે એક જ વર્ષમાં રોકાણનો આંકડો બમણો થઈ ગયો.

| Updated on: Apr 30, 2026 | 9:52 PM
1 / 6
રોકાણની દુનિયામાં મોટો ઉલટફેર: હવે સોનું અને ચાંદી બન્યા ફેવરિટ: ભારતીય રોકાણકારો હવે માત્ર શેરબજારના ભરોસે બેસી રહેવા માંગતા નથી. નાણાકીય વર્ષ 2026 (FY26) ના આંકડા ચોંકાવનારા છે. જેરોધા ફંડ હાઉસના રિપોર્ટ મુજબ, આ વર્ષે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ETF) માં કુલ 1.8 લાખ કરોડ રૂપિયાનું રેકોર્ડબ્રેક રોકાણ આવ્યું છે. આ આંકડો વર્ષ 2022 ના અગાઉના રેકોર્ડ કરતા બમણાથી પણ વધુ છે.

2 / 6
ઈક્વિટી પાછળ રહી ગઈ અને કોમોડિટી બાજી મારી ગઈ: સૌથી મોટું સસ્પેન્સ એ છે કે આ વખતે રોકાણકારોએ કંપનીઓના શેર કરતા સોના અને ચાંદીમાં વધુ રસ દાખવ્યો છે. કુલ રોકાણના 55 ટકા એટલે કે લગભગ 99,280 કરોડ રૂપિયા માત્ર ગોલ્ડ અને સિલ્વર ETF માં આવ્યા છે. તેની સામે ઈક્વિટી ETF માં માત્ર 77,000 કરોડ રૂપિયાનું રોકાણ થયું છે.

3 / 6
ગોલ્ડ ETF માં 191 ટકાનો તોતિંગ ઉછાળો: સોનાના ભાવમાં વધારો અને વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરફ વળ્યા છે. માર્ચ 2025 માં ગોલ્ડ ETF ની સંપત્તિ (AUM) જે 59,000 કરોડ હતી, તે માર્ચ 2026 સુધીમાં વધીને 1.71 લાખ કરોડને પાર કરી ગઈ છે. ખાસ કરીને જાન્યુઆરી 2026 માં રોકાણનો સૌથી મોટો જુવાળ જોવા મળ્યો હતો.

4 / 6
ચાંદીમાં પણ દેખાયો ચમત્કાર:  વર્ષ 2022 માં શરૂ થયેલા સિલ્વર ETF એ પણ આ વખતે કમાલ કરી છે. માત્ર એક જ વર્ષમાં તેમાં 30,000 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ આવ્યું છે. ચાંદીના વધતા ભાવે રોકાણકારોને આકર્ષવામાં મોટી ભૂમિકા ભજવી છે.

5 / 6
ટેક્સનો ફાયદો અને લિક્વિડિટીની સરળતા: રોકાણકારો આ તરફ કેમ વળી રહ્યા છે તેનું એક મુખ્ય કારણ ટેક્સ પણ છે. ફિઝિકલ ગોલ્ડ રાખવા કરતા ETF માં રોકાણ કરવાથી ટેક્સમાં રાહત મળે છે. આ ઉપરાંત, બજારમાં ETF નું ટ્રેડિંગ પણ 18 ગણું વધી ગયું છે, જેનો અર્થ છે કે રોકાણકારો ગમે ત્યારે પોતાના પૈસા આસાનીથી છૂટા કરી શકે છે.

6 / 6
સમજદાર રોકાણકારનો નવો મંત્ર: આ આંકડા સાબિત કરે છે કે ભારતીય રોકાણકારો હવે વધુ સમજદાર બન્યા છે. તેઓ પોતાના પોર્ટફોલિયોને ડાયવર્સિફાઈ કરી રહ્યા છે જેથી જો શેરબજાર તૂટે તો સોનું અને ચાંદી તેમના મૂડીનું રક્ષણ કરી શકે. શું તમે તમારા પોર્ટફોલિયોમાં આ ફેરફાર કર્યો છે?

Published On - 9:51 pm, Thu, 30 April 26

Follow Us