AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: Mutual Fund Giftcard : હવે શુકનમાં આપી શકાશે મ્યુચ્યુઅલ ફંડ ગિફ્ટ કાર્ડ ; સેબીનો મોટો પ્લાન, જાણો કેવી રીતે મિત્રો કે સગા-સંબંધીઓને ભેટ આપી શકાશે

બજાર નિયામક સેબીએ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ માટે 'ગિફ્ટ કાર્ડ' અથવા 'ગિફ્ટ PPI' શરૂ કરવાનો મોટો પ્રસ્તાવ રજૂ કર્યો છે. હવે તમે લગ્ન, જન્મદિવસ કે અન્ય પ્રસંગોએ રોકડ રકમને બદલે મ્યુચ્યુઅલ ફંડ યુનિટ્સ ભેટમાં આપી શકશો.

Breaking News: Mutual Fund Giftcard : હવે શુકનમાં આપી શકાશે મ્યુચ્યુઅલ ફંડ ગિફ્ટ કાર્ડ ; સેબીનો મોટો પ્લાન, જાણો કેવી રીતે મિત્રો કે સગા-સંબંધીઓને ભેટ આપી શકાશે
Image Credit source: AI
| Updated on: Mar 31, 2026 | 8:30 PM
Share

પરંપરાગત રીતે અત્યાર સુધી આપણે ભેટમાં રોકડ રકમ કે વસ્તુઓ આપતા આવ્યા છીએ, પરંતુ હવે રોકાણ ભેટ આપવાનો નવો ટ્રેન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. સેબીએ મ્યુચ્યુઅલ ફંડમાં નવા રોકાણકારોને જોડવા અને નાણાકીય જાગૃતિ વધારવા માટે ‘ગિફ્ટ કાર્ડ’ (Gift PPIs) લોન્ચ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ નિયમ લાગુ થયા બાદ તમે તમારા મનપસંદ વ્યક્તિના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે તેમને મ્યુચ્યુઅલ ફંડ ગિફ્ટ કરી શકશો.

કેવી રીતે કામ કરશે આ ગિફ્ટ કાર્ડ?

સેબીના કન્સલ્ટેશન પેપર મુજબ, કોઈપણ વ્યક્તિ બેંક ટ્રાન્સફર કે UPI દ્વારા આ ગિફ્ટ PPI ખરીદી શકશે અને અન્ય વ્યક્તિને ભેટ આપી શકશે. જે વ્યક્તિને આ ગિફ્ટ મળશે, તે તેનો ઉપયોગ કરીને મ્યુચ્યુઅલ ફંડના યુનિટ્સ ખરીદી શકશે. આ કાર્ડ ઇશ્યૂ થયાની તારીખથી એક વર્ષ સુધી વેલિડ રહેશે.

50,000 રૂપિયાની મર્યાદા અને કડક મોનિટરિંગ

સેબીએ પ્રસ્તાવ આપ્યો છે કે દરેક રોકાણકાર માટે દર નાણાકીય વર્ષમાં આ ગિફ્ટ કાર્ડ દ્વારા રોકાણ કરવાની મર્યાદા 50,000 રૂપિયા નક્કી કરવામાં આવે. આ સિસ્ટમ પર ખાસ નજર રાખવામાં આવશે જેથી કોઈ ગેરરીતિ ન થાય. જો કોઈ રોકાણકારની લિમિટ 50,000 થી વધી જશે, તો ટ્રાન્ઝેક્શન આપોઆપ રદ થઈ જશે અને રકમ પરત કરવામાં આવશે.

ડિજિટલ યુગમાં નવી શરૂઆત

એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (AMFI) ના પ્રસ્તાવ બાદ સેબીએ આ દિશામાં વિચારણા શરૂ કરી છે. અત્યાર સુધી ગિફ્ટ કાર્ડનો ઉપયોગ માત્ર ખરીદી માટે થતો હતો, પરંતુ હવે તે સંપત્તિ નિર્માણનું સાધન બનશે. આનાથી યુવા પેઢીમાં શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડ પ્રત્યે આકર્ષણ વધશે તેવી આશા છે.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

01 એપ્રિલથી નવા લેબર કોડ સાથે ઓફિસના નિયમોમાં મોટો ફેરફાર, હવે 30થી વધુ રજાઓ થશે તો મળશે રોકડા રૂપિયા

Follow Us
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ
અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ
જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન
જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન
ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે
ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે
કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ
કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ
ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું
ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું
g clip-path="url(#clip0_868_265)">