સોનાની ચમક પર લાગ્યું ‘AI’ નું ગ્રહણ? અચાનક કેમ તૂટવા લાગ્યા ભાવ? બજારમાં બદલાયું ‘આખું સમીકરણ’

સામાન્ય રીતે શેરબજારમાં ઉથલપાથલ થાય ત્યારે રોકાણકારો સોનાને સુરક્ષિત વિકલ્પ માને છે પરંતુ આ વખતે ચિત્ર એકદમ ઊલટું જોવા મળી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં એવો ઘટાડો આવ્યો છે, જેણે બધાને ચોંકાવી દીધા છે. હવે સવાલ એ છે કે, આ ઘટાડા પાછળનું અસલી કારણ શું છે?

| Updated on: Nov 22, 2026 | 2:45 PM
1 / 8
'સોનું' સામાન્ય રીતે ત્યારે રોકાણકારોનો સહારો બને છે, જ્યારે શેરબજારમાં અનિશ્ચિતતા વધે છે. જો કે, આ વખતે બજારનું સમીકરણ કંઈક અલગ જ છે. AI કંપનીઓના શેર્સમાં વેચવાલીથી શરૂ થયેલી હલચલ હવે સોનાના ભાવ પર પણ ભારે પડી રહી છે. શેરબજારમાં નુકસાન વેઠી રહેલા રોકાણકારો પોતાની બીજી હોલ્ડિંગ વેચીને રોકડ એકઠી કરી રહ્યા છે. આમાં સોનાની પોઝિશન પણ જોડાયેલ છે.

2 / 8
બીજી તરફ, અમેરિકન ફેડરલ રિઝર્વ તરફથી વ્યાજ દરો વધારવાની આશંકાથી સોનાની માંગ વધુ નબળી પડી ગઈ છે. પરિણામ એ આવ્યું કે, આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 14 મહિનાના નીચલા સ્તર સુધી પહોંચી ગયું છે. એક સપ્તાહમાં તે લગભગ 10 ટકા તૂટી ગયું છે. કહેવાનો મતલબ એ થયો કે, જે સોનું રોકાણકારો સંકટમાં ખરીદે છે, એ જ સોનું હવે વેચવાલીની ઝપેટમાં આવી ગયું છે.

3 / 8
શુક્રવારે, 20 નવેમ્બરના રોજ ઇન્ટરનેશનલ માર્કેટમાં સ્પોટ ગોલ્ડનો ભાવ લગભગ 3% ઘટીને 3,514.08 ડૉલર પ્રતિ ઔંસ પર આવી ગયો. કારોબાર દરમિયાન ભાવ 3,502.49 ડૉલર સુધી પહોંચી ગયો હતો. આ સપ્ટેમ્બર 2025 પછી સોનાનું સૌથી નીચલું સ્તર છે. સપ્તાહ દરમિયાન સોનાનો ભાવ લગભગ 9.4% ઘટ્યો. માર્ચ પછી આ તેનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો રહ્યો.

4 / 8
ત્યાં જ, ડિસેમ્બર ડિલિવરી વાળા અમેરિકન ગોલ્ડ ફ્યુચર્સમાં 4.6% નો ઘટાડો આવ્યો અને ભાવ 3,515.40 ડૉલર પ્રતિ ઔંસ પર બંધ થયો. આ ઘટાડો એટલા માટે પણ મહત્વનો છે, કારણ કે સોનાને સામાન્ય રીતે શેરબજારમાં જોખમ વધવાના સમયે સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે. આ વખતે શેરબજારની વેચવાલીએ સોનાને સહારો આપવાને બદલે તેના પર દબાણ વધારી દીધું.

5 / 8
સોનાના ભાવમાં ઘટાડાનું એક મોટું કારણ AI સાથે જોડાયેલી કંપનીઓના શેરોમાં વેચવાલી છે. વૈશ્વિક બજારમાં ટેક્નોલોજી શેર્સ પર દબાણ વધવાથી રોકાણકારોને નુકસાન થયું છે. આવી સ્થિતિમાં કેટલાક રોકાણકારો અન્ય રોકાણમાં રહેલી પોઝિશન વેચીને રોકડ એકઠી કરી રહ્યા છે. હાઈ રિજ ફ્યુચર્સ (High Ridge Futures) ના મેટલ્સ ટ્રેડિંગ ડિરેક્ટર ડેવિડ મેગર (David Meger) નું કહેવું છે કે, AI સાથે જોડાયેલા શેર્સમાં વેચવાલીના કારણે રોકાણકારો પોતાના નુકસાનની ભરપાઈ કરવા માટે સોનાની પોઝિશન પણ વેચી રહ્યા છે.

6 / 8
તેને બજારની ભાષામાં ફોર્સ્ડ લિક્વિડેશન (forced liquidations) કહેવામાં આવે છે. કહેવાનો અર્થ એ થયો કે, સોનાના ભાવ પર દબાણ માત્ર તેની માંગમાં ઘટાડાના કારણે નથી પરંતુ અન્ય બજારમાં નુકસાનની ભરપાઈ કરવા માટે થઈ રહેલી વેચવાલી છે. સોનાના ભાવ માટે બીજો મોટો પડકાર અમેરિકન ફેડરલ રિઝર્વની નાણાકીય નીતિ સાથે જોડાયેલો છે. બજારમાં ડિસેમ્બરમાં વ્યાજ દરો વધવાની શક્યતા મજબૂત બની છે.

7 / 8
ફેડરલ રિઝર્વના અધિકારીઓની મોંઘવારી અંગેની કડક ટિપ્પણીઓ અને ઓક્ટોબરની બેઠકના મિનિટ્સ પરથી પણ સંકેત મળ્યા છે કે, વ્યાજ દરોમાં વધુ વધારા પર વિચાર થઈ શકે છે. CME FedWatch ટૂલ મુજબ બજારને 96 ટકા આશા છે કે, ડિસેમ્બરમાં વ્યાજ દરોમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો થઈ શકે છે. વ્યાજ દરો વધવાની આશંકાથી અમેરિકન ડૉલર અને બોન્ડ યીલ્ડને ટેકો મળે છે. આનાથી સોના જેવા એવા રોકાણનું આકર્ષણ ઘટે છે, જેના પર નિયમિત વ્યાજ મળતું નથી. મજબૂત ડૉલરના કારણે અન્ય ચલણોમાં રોકાણ કરનારાઓ માટે પણ સોનું મોંઘું થઈ જાય છે. આ રીતે ઊંચા વ્યાજ દરોની અપેક્ષા, મજબૂત ડૉલર અને મોંઘવારીની ચિંતાથી સોના પર દબાણ વધ્યું છે.

8 / 8
સોનાની નબળાઈની અસર અન્ય કીમતી ધાતુઓ પર પણ જોવા મળી. શુક્રવારે 20 નવેમ્બરને રોજ સ્પોટ સિલ્વર લગભગ 4.1% ઘટીને 40.99 ડૉલર પ્રતિ ઔંસ પર આવી ગઈ. પ્લેટિનમમાં 3.4% અને પેલેડિયમમાં 2.1% નો ઘટાડો નોંધાયો. આ રીતે સોના-ચાંદી, પ્લેટિનમ અને પેલેડિયમમાં સતત બીજા સપ્તાહે ઘટાડો જોવા મળ્યો. આનાથી સ્પષ્ટ છે કે, દબાણ માત્ર સોના પૂરતું સીમિત નથી પરંતુ કીમતી ધાતુઓના સમગ્ર બજારમાં વેચવાલીનો ટ્રેન્ડ બનેલો છે.

Follow Us
Loading...
Unable to load recommendations.