Gmail Tips and Tricks : શું તમારું Gmail મેસેજથી ઠસોઠસ ભરાઈ ગયું છે? આ ટ્રીકથી સ્ટોરેજમાં થઈ જશે જગ્યા

|

Nov 25, 2024 | 10:18 AM

Gmail Account ચલાવતા લોકો ઘણીવાર એ કહેતા જોવા મળે છે કે જીમેલ સ્ટોરેજ ભરાઈ ગયું છે, હવે શું કરવું? શું હવે ગૂગલે સ્ટોરેજ માટે પૈસા ચૂકવવા પડશે ચાલો તમને જણાવીએ કે તમે જીમેલમાં પૈસા ચૂકવ્યા વિના ફ્રી સ્ટોરેજ કેવી રીતે ગોઠવી શકો છો?

1 / 5
Gmail Storage Limit ની વાત કરીએ તો યૂઝર્સને Gmail, Photos, Drive અને અન્ય સેવાઓમાં ડેટા બચાવવા માટે 15GB ફ્રી સ્ટોરેજ આપવામાં આવે છે. તમે તમારા Gmail સ્ટોરેજને કેટલીક સરળ રીતે ખાલી કરી શકો છો.

2 / 5
How To Clean Gmail Storage : બિનજરૂરી વસ્તુઓ દૂર કરો - (1) એ ઈમેલને ડિલીટ કરો જેની જરુરિયાત જ નથી. જેમ કે જૂના ન્યૂઝલેટર્સ, પ્રમોશન કે જુની ચેટ. (2) મોટા એટેચમેન્ટ સૌથી વધુ જગ્યા લે છે તમે સર્ચ બારમાં “has:attachment larger:10M” ટાઈપ કરીને 10MB કરતાં મોટા જોડાણો શોધી અને કાઢી શકો છો.

3 / 5
(3) Gmail ના સ્ટોરેજ ભરાઈ જવાની શક્યતાઓને દૂર કરવા માટે સ્પામ અને ટ્રેશ ફોલ્ડર્સને નિયમિતપણે ખાલી કરતા રહો. (4) ઘણી વખત અમને કેટલાક સેન્ડર તરફથી ઇમેઇલ્સ મળે છે જે અમને હવે જોઈતા નથી, આવી સ્થિતિમાં, ઇમેઇલ ખોલો અને ઇમેઇલમાં દેખાતા અનસબ્સ્ક્રાઇબ વિકલ્પ પર ક્લિક કરો. આમ કરવાથી તમને આગલી વખતે તે સેન્ડર તરફથી ઇમેઇલ પ્રાપ્ત થશે નહીં.

4 / 5
Google Drive અને Photos માં શોધો આ ચીજો : Google Drive અને Photos માં મોટી ફાઈલ્સને ડિલીટ કરો અને તેને ઓછી જગ્યા વાળા ફોર્મેટમાં કન્વર્ટ કરો. આ સિવાય કેટલીકવાર કેટલીક ફાઈલો અને ફોટો ડુપ્લીકેટ ફાઈલ્સ બની જાય છે જે સ્ટોરેજને ખાવા લાગે છે. આવી સ્થિતિમાં આવા ફોટા શોધો અને ડીલીટ કરો.

5 / 5
ધ્યાન આપો અને યાદ રાખો : કોઈપણ ઈમેલ ડીલીટ કરતા પહેલા તમારે 100 વાર ધ્યાનથી વિચારવું જોઈએ. કારણ કે એકવાર તમે ઈમેલ ડીલીટ કરી લો તો મેઈલ પાછી મેળવવી મુશ્કેલ બની શકે છે. આ પદ્ધતિઓ અજમાવીને તમે સરળતાથી Gmail સ્ટોરેજ ખાલી કરી શકો છો.

Published On - 9:44 am, Mon, 25 November 24

Next Photo Gallery