Adani બદલશે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની તસ્વીર, ખરીદવા જઈ રહી છે આ કંપની

|

Jul 17, 2024 | 9:59 AM

Gautam Adani હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ક્લાઉડ સર્વિસમાં પણ પ્રવેશવા જઈ રહ્યા છે. જેના માટે તેણે કંપની ખરીદવાની તૈયારી કરી લીધી છે. કંપનીના અધિગ્રહણની સમગ્ર પ્રક્રિયા સપ્ટેમ્બરના અંત સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. ચાલો તમને એ પણ જણાવીએ કે અદાણી કઈ કંપની ખરીદવા જઈ રહી છે.

1 / 5
Gautam Adani દેશમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને ક્લાઉડ સર્વિસનો ચહેરો બદલવાની તૈયારી કરી રહ્યા છે. આ માટે અદાણી ગ્રુપ અને સિરિયસ ઈન્ટરનેશનલ હોલ્ડિંગની જોઈન્ટ વેન્ચર કંપની AI અને ક્લાઉડ પ્લેટફોર્મ ખરીદવા જઈ રહી છે. આ કંપનીનું નામ કોર્જ.આઈઓ છે.

2 / 5
Aartificial intelligence : કોર્જ.આઈઓની મૂળ કંપનીનું નામ ParserLabs India છે. સંયુક્ત સાહસ પાર્સરલેબ્સ ઈન્ડિયામાં 77.5 ટકા હિસ્સો ખરીદવા જઈ રહ્યું છે. શેરના અધિગ્રહણ હેઠળ એક શેરની કિંમત 20 હજાર રૂપિયા હશે. જેની ફેસ વેલ્યુ 1 રૂપિયા હશે. સંયુક્ત સાહસ અને પાર્સરલેબ્સ ઇન્ડિયા વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

3 / 5
ત્યાં સુધીમાં ડીલ થઈ જશે ફાઈનલ : અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસ દ્વારા શેરબજારને આપવામાં આવેલી માહિતી અનુસાર આ સમગ્ર ડીલ અથવા તો કંપનીનું અધિગ્રહણ સપ્ટેમ્બર 2024ના અંત સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. માહિતી અનુસાર ParserLabs India પાસે કોર્જ.આઈઓ ઇન્ડિયાનું 100 ટકા હોલ્ડિંગ છે. પાછલા નાણાકીય વર્ષ 2023-24માં કંપનીનો બિઝનેસ 45.63 કરોડ રૂપિયા હતો. ખાસ વાત એ છે કે છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં કંપનીના બિઝનેસમાં લગભગ 4 ગણો વધારો જોવા મળ્યો હતો. નાણાકીય વર્ષ 2023માં કંપનીનું ટર્નઓવર 28.94 કરોડ રૂપિયા હતું. જ્યારે નાણાકીય વર્ષ 2022માં આ બિઝનેસ 12.09 કરોડ રૂપિયા જોવા મળ્યો હતો.

4 / 5
Adani Enterprisesના શેરમાં વધારો : જો અદાણી એન્ટરપ્રાઇઝના શેરની વાત કરીએ તો મંગળવારે અદાણીનો શેર રૂપિયા 19.90ના વધારા સાથે રૂપિયા 3,110 પર બંધ થયો હતો. જો કે મંગળવારે કંપનીના શેર રૂપિયા 3128.15 પર ખુલ્યા હતા. ટ્રેડિંગ સેશન દરમિયાન કંપનીનો શેર પણ રૂપિયા 3138ની દિવસની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. 3 જૂને કંપનીનો શેર રૂપિયા 3,743ની 52 સપ્તાહના હાઈ પર પહોંચ્યો હતો. છેલ્લા 5 વર્ષમાં કંપનીએ રોકાણકારોને લગભગ 2300 ટકા વળતર આપ્યું છે. હાલમાં કંપનીનું માર્કેટ કેપ રૂપિયા 3,54,540.35 કરોડ છે.

5 / 5
આ છે જોઈન્ટ વેન્ચર : ગૌતમ અદાણી ગયા વર્ષે UAEની આંતરરાષ્ટ્રીય હોલ્ડિંગ કંપની IHC અને અદાણી એન્ટરપ્રાઇઝિસની સિરિયસ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ લિમિટેડે સિરિયસ ડિજીટેક ઇન્ટરનેશનલ લિમિટેડ નામનું સંજોઈન્ટ વેન્ચર બનાવ્યું હતું. જેમાં અદાણી પાસે 49 ટકા અને સિરિયસ ઈન્ટરનેશનલ હોલ્ડિંગ લિમિટેડ પાસે 51 ટકા હિસ્સો છે. AI સિવાય આ નવા સંયુક્ત સાહસનું કામ ઈન્ટરનેટ ઓફ થિંગ્સ અને બ્લોકચેન વિશે જાણવાનું રહેશે.

Next Photo Gallery