3 મહિનામાં 125% રિટર્ન આપનાર ડિફેન્સ કંપનીને ગૌતમ અદાણીએ આપ્યો મોટો ઓર્ડર, શેરમાં વધુ તેજીના અનુમાન

|

Jun 01, 2024 | 7:30 AM

સંરક્ષણ ક્ષેત્રની દિગ્ગજ સરકારી કંપની કોચીન શિપયાર્ડને અદાણી ગ્રુપની કંપની તરફથી મોટો ઓર્ડર મળ્યો છે. શેરબજારને મોકલવામાં આવેલી માહિતી મુજબ કંપનીએ જણાવ્યું હતું કે તેની પેટાકંપની ઉડુપી કોચીન શિપયાર્ડ લિમિટેડને ઓશન સ્પાર્કલ લિમિટેડ પાસેથી ઓર્ડર મળ્યો છે.

1 / 6
સંરક્ષણ ક્ષેત્રની દિગ્ગજ સરકારી કંપની કોચીન શિપયાર્ડને અદાણી ગ્રુપની કંપની તરફથી મોટો ઓર્ડર મળ્યો છે. શેરબજારને મોકલવામાં આવેલી માહિતી મુજબ કંપનીએ જણાવ્યું હતું કે તેની પેટાકંપની ઉડુપી કોચીન શિપયાર્ડ લિમિટેડને ઓશન સ્પાર્કલ લિમિટેડ પાસેથી ઓર્ડર મળ્યો છે જેની કિંમત 100-250 કરોડ રૂપિયા છે.

2 / 6
ઓશન સ્પાર્કલ લિમિટેડ કંપની અદાણી ગ્રુપની છે. શુક્રવારે કોચીન શિપયાર્ડનો શેર 1943 .90 રૂપિયાના સ્તરે સપાટ ટ્રેડ થઈ બંધ થયો હતો. છેલ્લા 3 મહિનામાં આ શેરે 125 ટકાનું બમ્પર રિટર્ન આપ્યું છે.

3 / 6
BSE વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર કોચીન શિપયાર્ડની પેટાકંપની (UCSL) ને ત્રણ 70 T Bollard Pull ASD ટગ્સનો ઓર્ડર મળ્યો છે. આ ઓર્ડર અદાણી હાર્બર સર્વિસ લિમિટેડની કંપની ઓશન સ્પાર્કલ લિમિટેડ તરફથી મળ્યો છે.

4 / 6
ઓશન સ્પાર્કલ દેશની અગ્રણી ટગ ઓપરેટર છે અને તેણે અગાઉ પણ કોચીન શિપયાર્ડને ઓર્ડર આપ્યા છે. તમને જણાવી દઈએ કે અગાઉ ઉડુપી કોચીન શિપયાર્ડે ઓશન સ્પાર્કલને બે 62 T Bollard Pull ASD સપ્લાય કર્યા હતા. આ બંને ટગને પારાદીપ અને ન્યુ મેંગ્લોર પોર્ટ પર તૈનાત કરવામાં આવ્યા છે.

5 / 6
કોચીન શિપયાર્ડ દેશની અગ્રણી શિપબિલ્ડીંગ અને મેઇન્ટેનન્સ કંપની છે. આ શેર અત્યારે 1943 .90 રૂપિયાના સ્તરે બંધ થયો હતો.  27 મેના રોજ આ શેરે રૂપિયા 2100ની સર્વકાલીન ઊંચી સપાટી બનાવી હતી.

6 / 6
ડિફેન્સ સ્ટોક અને ખાસ કરીને સરકારી કંપનીઓ છેલ્લા કેટલાક સમયથી મજબૂત એક્શનમાં છે. સ્ટોક બે અઠવાડિયામાં લગભગ 40 ટકા, ત્રણ મહિનામાં 125 ટકા, આ વર્ષે અત્યાર સુધીમાં 185 ટકા અને છ મહિનામાં 225 ટકા ઊછળ્યો છે. એક વર્ષનું વળતર 685 ટકાથી વધુ છે.

Next Photo Gallery