2 / 5
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ QIP હેઠળ, અદાણી એનર્જી સોલ્યુશન્સ લગભગ $750 મિલિયન (રૂ. 6,266 કરોડ) અને અદાણી એન્ટરપ્રાઇઝિસ $1.5 બિલિયન (રૂપિયા 12,532 કરોડ) એકત્ર કરવા જઇ રહી છે. બંને કંપનીઓ ભંડોળનો ઉપયોગ મૂડી ખર્ચ અને વિકાસ પ્રોજેક્ટ્સ તેમજ કેટલાક ઉધાર ચૂકવવા માટે કરવાની યોજના ધરાવે છે. માહિતી અનુસાર, જેફરીઝ અને એક્સિસ કેપિટલ બંને કંપનીઓની ફંડ એકત્ર કરવાની પ્રક્રિયાના સંચાલન માટે નિયુક્ત કરવામાં આવી છે.