ગૌતમ અદાણીએ કરી કમાણી! ઓપન માર્કેટમાંથી આ કંપનીના Stock ખરીદીને વધાર્યો તેમનો હિસ્સો, જાણો વિગત

|

Jun 15, 2024 | 4:40 PM

અદાણી એન્ટરપ્રાઇઝે ગયા વર્ષે તેનો મુશ્કેલ તબક્કો જોયો હતો જ્યારે હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટને કારણે શેર રૂપિયા 1017 પર પહોંચી ગયો હતો. શેરે આટલા નીચા સ્તરેથી જોરદાર પુનરાગમન કર્યું છે. જોકે હવે ગૌતમ અદાણીએ પોતે આ કંપનીનો પાયો બન્યા સમાન કાર્ય કર્યું છે.

1 / 6
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને પ્રમોટર ગ્રુપની કંપનીઓએ ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝમાં તેમનો હિસ્સો 2 ટકા વધારીને 73.95 ટકા કર્યો છે. ગૌતમ અદાણી અને પ્રમોટર કંપનીઓએ સપ્ટેમ્બર 2023 થી જૂન 2024 વચ્ચે ઓપન માર્કેટમાં આ શેર ખરીદ્યા છે. કંપનીએ તેની રેગ્યુલેટરી ફાઇલિંગમાં આ ખુલાસો કર્યો છે.

2 / 6
એક્સચેન્જ ફાઇલિંગમાં, કંપનીએ જણાવ્યું હતું કે 8 અને 12 સપ્ટેમ્બર, 2023 વચ્ચે, ઇન્ફિનિટી ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટે અદાણી એન્ટરપ્રાઇઝમાં 0.68 ટકા હિસ્સો ખરીદ્યો છે. કેમ્પાસ ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટે 10 થી 14 મે 2024 વચ્ચે 0.42 ટકા હિસ્સો ખરીદ્યો છે. જ્યારે ઇમર્જિંગ માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ DMCC એ 21 મેથી 12 જૂન, 2024 વચ્ચે અદાણી એન્ટરપ્રાઇઝિસનો 0.92 ટકા હિસ્સો ખરીદ્યો છે.

3 / 6
ઓપન માર્કેટમાંથી આ ખરીદી પહેલા પ્રમોટર ગ્રુપ પાસે અદાણી એન્ટરપ્રાઈઝમાં 71.95 ટકા હિસ્સો હતો, જે આ ખરીદી બાદ 2.02 ટકા વધીને 73.95 ટકા થયો છે. ભારતમાં સેબીના નિયમનકારી નિયમો હેઠળ, કોઈપણ લિસ્ટેડ કંપનીમાં પ્રમોટરનો હિસ્સો 75 ટકાથી વધુ ન હોઈ શકે. અદાણી ગ્રુપમાં પ્રમોટરનો હિસ્સો 75 ટકાથી ઓછો છે.

4 / 6
4 જૂને, લોકસભા ચૂંટણીના પરિણામોના દિવસે, અદાણી એન્ટરપ્રાઈઝનો શેર 3 જૂને રૂપિયા 3645ના સ્તરથી 25 ટકા ઘટીને રૂપિયા 2733 થયો હતો. જો કે, શેરે તે નીચલા સ્તરેથી અદભૂત પુનરાગમન કર્યું અને 14 જૂને રૂપિયા  3261.75 પર બંધ થયું. કંપનીનું માર્કેટ કેપ 371,839 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.

5 / 6
ગયા વર્ષે, અદાણી એન્ટરપ્રાઇઝિસે ગયા વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરી દરમિયાન તેનો મુશ્કેલ તબક્કો જોયો હતો જ્યારે હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટને કારણે સ્ટોક ઘટીને રૂપિયા 1017 થયો હતો. શેરે તે નીચલા સ્તરેથી મજબૂત પુનરાગમન કર્યું છે અને હવે તે રૂપિયા 3261 પર ટ્રેડ કરી રહ્યો છે. તે સ્તરથી શેરે રોકાણકારોને 220 ટકા વળતર આપ્યું છે.

6 / 6
નોંધ : કિંમત વધવાની સંભાવના શેરની હાલની સ્થિતિને ધ્યાને રાખીને ફક્ત જાણકારી માટે આપવામાં આવી છે. કોઈપણ શેર ખરીદતા પહેલા નિષ્ણાતની સલાહ લો.

Published On - 4:14 pm, Sat, 15 June 24

Next Photo Gallery