ભારતના કયા રાજ્યમાંથી સૌથી વધુ લોકો વિદેશ જાય છે? કારણ જાણીને થશે આશ્ચર્ય

|

Jul 17, 2024 | 12:58 PM

Indian Citizenship : ભારત છોડીને વિદેશમાં સ્થાયી થવાના લોકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. જેમાંથી દેશમાં એક એવું રાજ્ય છે જ્યાં સૌથી વધુ લોકો વિદેશમાં જઈને સ્થાયી થઈ રહ્યા છે.

1 / 6
Indian Citizenship : કરોડો ભારતીયો વિદેશ જવાનું સપનું જુએ છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં દેશ છોડીને વિદેશમાં સ્થાયી થવાના લોકોની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. તમને જાણીને નવાઈ લાગશે કે દેશ છોડીને વિદેશમાં સ્થાયી થયેલા મોટાભાગના લોકો તે રાજ્યોના છે જ્યાં વિકાસ થઈ રહ્યો છે.

2 / 6
તમને જણાવી દઈએ કે છેલ્લા 11 વર્ષમાં લગભગ 16 લાખ લોકોએ પોતાની ભારતીય નાગરિકતા છોડીને વિદેશમાં સ્થાયી થવાનો નિર્ણય કર્યો છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે દેશના કયા રાજ્યમાંથી સૌથી વધુ લોકો દેશ છોડીને વિદેશમાં સ્થાયી થઈ રહ્યા છે.

3 / 6
તાજેતરમાં દેશ છોડી વિદેશમાં વસેલા લોકોમાં ગુજરાતના લોકો મોખરે છે. હાલમાં ગુજરાતમાં દેશ છોડીને વિદેશમાં સ્થાયી થવાનો ટ્રેન્ડ સેટ થયો છે. જેમાં 30 થી 45 વર્ષની વયજૂથના મોટાભાગના લોકો ભારતીય નાગરિકતા છોડીને વિદેશમાં સ્થાયી થઈ રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે છેલ્લા એક વર્ષમાં આ આંકડા બમણા થઈ ગયા છે.

4 / 6
ગુજરાતના પ્રાદેશિક પાસપોર્ટ કેન્દ્ર અનુસાર ગુજરાતના સાઉથ ભાગમાં આવેલા સુરત, નર્મદા, વલસાડ અને નવસારી વિસ્તારના લોકો સૌથી વધુ તેમની ભારતીય નાગરિકતા છોડી રહ્યા છે. વર્ષ 2022માં 241 ગુજરાતીઓએ તેમની ભારતીય નાગરિકતા છોડી દીધી હતી. જ્યારે 2023માં આ આંકડો વધીને 485 થયો હતો. મે 2024 સુધીમાં આ આંકડો 244 પર પહોંચી ગયો છે.

5 / 6
હાલમાં વર્ષ પૂરું થયું નથી પરંતુ વિદેશમાં સ્થળાંતર કરનારા લોકોની સંખ્યા વધી રહી છે. મોટાભાગના લોકો તેમની ભારતીય નાગરિકતા છોડીને અમેરિકા, લંડન, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં પોતાનું ઘર વસાવી રહ્યા છે.

6 / 6
એક મીડિયા રિપોર્ટ મુજબ પાસપોર્ટ અધિકારીના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીઓ સારી કારકિર્દીની શોધમાં વિદેશ જઈ રહ્યા છે અને વિઝા લઈને વિદેશમાં અભ્યાસ કરી રહ્યા છે. અભ્યાસ પછી તેમને ત્યાં વધુ સારા વિકલ્પો મળી રહ્યા છે. જેના કારણે વિદ્યાર્થીઓ નોકરી મળ્યા પછી ભારતીય નાગરિકતા છોડી રહ્યા છે.

Published On - 12:58 pm, Wed, 17 July 24

Next Photo Gallery