
'ATM'માંથી પૈસા ઉપાડવા મોંઘા થશે: 1 જૂનથી ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને 'ATM'માંથી પૈસા ઉપાડવા મોંઘા થશે. નવા નિયમો હેઠળ, જો તમે ફ્રી લિમિટ કરતા વધુ ટ્રાન્ઝેક્શન કરો છો, તો તમારો વિડ્રોલ ચાર્જ વધી શકે છે. આનો અર્થ એ થયો કે, ATMમાંથી વારંવાર પૈસા ઉપાડવા હવે તમને ભારે પડશે.

ફ્રી આધાર અપડેટ માટેની છેલ્લી તારીખ: આધાર કાર્ડ હવે 14 જૂન, 2025 સુધી મફતમાં અપડેટ કરી શકાશે. આ પછી, આધાર ઓનલાઈન અપડેટ કરવા માટે 25 રૂપિયા અને સેન્ટર પર જઈને આધાર અપડેટ કરવા માટે 50 રૂપિયાનો ખર્ચ લાગશે.

મ્યુચ્યુઅલ ફંડ્સ માટેનો નવો કટ-ઓફ સમય: માર્કેટ રેગ્યુલેટર સેબીના જણાવ્યા અનુસાર, 1 જૂન, 2025 થી ઓવરનાઈટ અને લિક્વિડ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં રિડેમ્પશન માટે એક નવો કટ-ઓફ સમય નક્કી કરવામાં આવ્યો છે. તેનો અર્થ એ કે, હવે આ બંને માટે અલગ અલગ કટ-ઓફ સમય નક્કી કરવામાં આવ્યો છે.

ઓફલાઇન રિડેમ્પશન રિક્વેસ્ટ બપોરે 3 વાગ્યા સુધીમાં સબમિટ કરવાની રહેશે, જ્યારે ઓવરનાઇટ સ્કીમ્સમાં રિડેમ્પશન કરનારા રોકાણકારો સાંજે 7 વાગ્યા સુધી રિડેમ્પશન રિક્વેસ્ટ સબમિટ કરી શકશે.

કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો: આજથી, 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં લગભગ 24 રૂપિયાનો ઘટાડો થયો છે. આનાથી હોટલ, રેસ્ટોરન્ટ કે ઢાબા ચલાવનારાઓને ફાયદો થશે. હવે જો આમાં ઓપરેશનલ ખર્ચ ઓછો થાય છે, તો ગ્રાહકોને પણ ફાયદો થશે.

EPFO 3.0 આજે લોન્ચ થશે: નવી EPFO 3.0 સિસ્ટમ આજે લોન્ચ થશે. પગારદાર કર્મચારીઓ માટે આ એક મોટા રાહતના સમાચાર છે. આનાથી સબ્સ્ક્રાઇબર્સને બેંક જેવી સુવિધાઓ મળશે જેમ કે ATM માંથી 'PF'ના પૈસા ઉપાડી શકાય છે, KYC અપડેટ અને ક્લેમ સેટલમેન્ટમાં પણ સરળતા મળશે.

ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દર: બેંકો 1 જૂન, 2025 થી FD પરના વ્યાજ દરોમાં પણ બદલાવ જોવા મળી શકે છે. હાલમાં, બેંકો સામાન્ય રીતે FD પર 6.5% થી 7.5% ની વચ્ચે રિટર્ન આપે છે. જો કે, RBI દ્વારા રેપો રેટમાં ઘટાડો થશે તેવી શક્યતા છે, જેથી FD પર વ્યાજ ઘટી શકે છે. બીજીબાજુ જોઈએ તો, ઘણી નાની બેંકોએ ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દરોમાં ઘટાડો કરી દીધો છે.