
CDSLએ 3 મેના રોજ જાહેર કરેલા એક ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, બોર્ડ ઑફ ડિરેક્ટર્સે નાણાકીય વર્ષ 2024-25 માટે રૂ.10ના ફેસ વેલ્યૂ ધરાવતા દરેક ઇક્વિટી શેર પર રૂ.12.50 ના ફાઇનલ ડિવિડન્ડની ભલામણ કરી છે.

CDSLએ તે સમયે જણાવ્યું હતું કે, રૂ.12.50નું આ ફાઈનલ ડિવિડન્ડ કંપનીની આગામી 27મી એન્યુઅલ જનરલ મીટિંગ (AGM)માં શેરહોલ્ડર્સની મંજૂરીને આધીન છે. CDSLની 27મી AGM 14 ઓગસ્ટે (ગુરુવાર) યોજાવાની છે.

8 જુલાઈના રોજ એક અલગ ફાઇલિંગમાં, CDSL એ જણાવ્યું હતું કે 12.50 રૂપિયાનું ફાઈનલ ડિવિડન્ડ ચૂકવવામાં આવનાર શેરધારકોની પાત્રતા નક્કી કરવા માટે 7 ઓગસ્ટ (ગુરુવાર) ને રેકોર્ડ ડેટ તરીકે ગણવામાં આવશે.

CDSL એ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2024-25 માટે ડિવિડન્ડ મેળવવા માટે પાત્ર શેરધારકો નક્કી કરવા માટે કંપનીએ ગુરુવાર, 7 ઓગસ્ટ, 2025 ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે.

પાત્ર શેરધારકોને ₹12.50નું ફાઈનલ ડિવિડન્ડ ક્યારે ચૂકવવામાં આવશે તે અંગે CDSLએ જણાવ્યું છે કે, જો એન્યુઅલ જનરલ મીટિંગમાં ડિવિડન્ડને મંજૂરી મળે છે, તો AGMના સમાપન પછી 30 દિવસની અંદર ડિવિડન્ડ ચૂકવવામાં આવશે.

NSE વેબસાઇટ અનુસાર, CDSL એ ઓગસ્ટ 2024 માં તેના રોકાણકારોને 1:1 ના રેશિયોમાં બોનસ શેર જારી કર્યા હતા. CDSL દ્વારા જારી કરાયેલ આ પહેલો બોનસ શેર હતો.

ઓગસ્ટ 2024 માં બોનસ જારી કરતા પહેલા CDSL એ તેના શેરધારકોને રૂ. 19 અને રૂ. 3 નું ડિવિડન્ડ આપ્યું હતું. વર્ષ 2023, 2022 અને 2021 માં CDSL એ અનુક્રમે રૂ. 16, રૂ. 15 અને રૂ. 9 પ્રતિ શેર ડિવિડન્ડ આપ્યું હતું. 2025 માં અત્યાર સુધીમાં CDSL ના શેર 7 ટકા ઘટ્યા છે અને એક વર્ષમાં 40 ટકાનું પોઝિટિવ રિટર્ન આપ્યું છે.