Favourite Food: પંડિત જવાહરલાલ નહેરુથી લઈને પીએમ મોદી સુધી… દેશના વડાપ્રધાનોનું ફેવરિટ ફૂડ જાણો !

દેશના ઘણા વડાપ્રધાનો એવા છે કે, જેમને ખાવા-પીવાનો શોખ ખૂબ રહેલો છે. દેશના પહેલા વડાપ્રધાન પંડિત નેહરુ હોય કે પછી પીએમ મોદી દરેક વડાપ્રધાને મન મૂકીને પોતાની ફેવરિટ વાનગી ખાધી છે.

| Updated on: Jul 29, 2025 | 4:32 PM
4 / 7
પી.વી. નરસિંહ રાવ: ભૂતપૂર્વ વડાપ્રધાન પી.વી. નરસિંહ રાવ પણ ખાવાના શોખીન હતા. તેમને દક્ષિણ ભારતીય ભોજન ખૂબ ગમતું હતું. ખાસ કરીને ઘરે બનાવેલા ઉપમા તો તેઓ મન મૂકીને ખાતા હતા. તેઓ જ્યારે પણ વિદેશ પ્રવાસે જાય તો તેમના રસોઇયાને સાથે લઈ જતા હતા.

5 / 7
અટલ બિહારી વાજપેયી: દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી પણ ખાવાના ખૂબ શોખીન હતા. મીડિયા રિપોર્ટસ અનુસાર, તેમને શાકાહારી વાનગીઓ જેટલી જ માંસાહારી વાનગીઓ પણ પસંદ હતી. માંસાહારી વાનગીઓમાં તેમને ઝીંગા ખૂબ ભાવતા હતા. વધુમાં વાજપેયી ભાંગ અને ઠંડાઈના પણ રસિયા હતા. અટલ બિહારી વિશે એવું કહેવાય છે કે, તેમને ભોપાલનું મુર્ગ મુસલ્લમ, ભીંડ મુરેનાનું ગજક અને ઠગ્ગુના લાડુ પણ ખૂબ પસંદ હતા.

6 / 7
મનમોહન સિંહ: ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની થાળીમાં પંજાબી શાકાહારી ભોજન મુખ્ય હતું. મકાઈની રોટલી અને સરસવનું શાક, દાલ તડકા તેમજ કઢી ભાત તેમની ફેવરિટ ડિશ હતી.

7 / 7
નરેન્દ્ર મોદી: પોતાના દેશી સ્ટાઇલ માટે જાણીતા ભારતના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાવાના ખૂબ શોખીન છે. પીએમ મોદીની થાળી ગુજરાતના સ્વાદથી શણગારેલી હોય છે. ઢોકળા, ખીચડી અને ગુજરાતી વેજ થાળી તેમણે ખૂબ જ ભાવે છે. ઉપવાસ દરમિયાન તેઓ લીંબુ પાણી અને ગરમ પાણી ખૂબ પીવે છે.