
સારા સ્વાસ્થ્ય માટે માત્ર સારું ખાવું અને દરરોજ કસરત કરવી જ પૂરતી નથી. પરંતુ સમયાંતરે શરીરની તપાસ કરાવવી પણ એટલી જ જરૂરી છે. કેટલીક બીમારીઓ એવી હોય છે, જેનાં શરૂઆતનાં લક્ષણો દેખાતાં નથી. તેથી નિયમિત હેલ્થ ચેકઅપ કરાવવું જરૂરી છે. (Image Source | iStock)

પુરુષો માટે બ્લડ પ્રેશરનું તપાસ કરાવવું ખૂબ જરૂરી છે. હાઈ બ્લડ પ્રેશરના ઘણીવાર કોઈ સ્પષ્ટ લક્ષણો દેખાતાં નથી. વ્યક્તિ સામાન્ય અનુભવે છે, પરંતુ તેનું બ્લડ પ્રેશર વધેલું હોઈ શકે છે. (Image Source | iStock)

લાંબા સમય સુધી હાઈ બ્લડ પ્રેશર રહેવાને કારણે હૃદયની બીમારી, સ્ટ્રોક અને કિડની સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. તેથી સમયાંતરે બીપીની તપાસ કરાવતા રહેવું જોઈએ. ખાસ કરીને જે લોકોના પરિવારમાં અગાઉથી હાઈ બીપી અથવા હૃદયની બીમારીનો ઇતિહાસ હોય તેમણે વધુ સાવચેતી રાખવી જોઈએ. (Image Source | iStock)

બ્લડ શુગર અને HbA1c ટેસ્ટ દ્વારા શરીરમાં શુગરનું પ્રમાણ જાણી શકાય છે. આ તપાસ પ્રી-ડાયાબિટીસ અને ડાયાબિટીસની ઓળખ કરવામાં મદદરૂપ છે. પ્રી-ડાયાબિટીસનો અર્થ એ છે કે શરીરમાં શુગરનું પ્રમાણ સામાન્ય કરતાં વધારે છે. પરંતુ હજુ ડાયાબિટીસની સ્થિતિ આવી નથી. (Image Source | iStock)

સમયસર ખાણીપીણી અને રોજિંદી આદતોમાં ફેરફાર કરીને તેને નિયંત્રિત કરવામાં મદદ મળી શકે છે. બીજી તરફ, લાંબા સમય સુધી બ્લડ શુગરનું પ્રમાણ વધેલું રહેવાથી આંખો, નસો, હૃદય અને કિડનીને નુકસાન થઈ શકે છે. (Image Source | iStock)

લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ દ્વારા લોહીમાં કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડ્સનું (લોહીમાં જોવા મળતી ચરબી) પ્રમાણ જાણી શકાય છે. આ બંનેનું પ્રમાણ વધવાથી હૃદય સંબંધિત બીમારીઓ અને હાર્ટ એટેકનું જોખમ વધી શકે છે. તેથી સમયાંતરે આ ટેસ્ટ કરાવવો જરૂરી છે. જેથી કોલેસ્ટ્રોલના સ્તર વિશે માહિતી મળી શકે અને જરૂર પડે તો સમયસર યોગ્ય પગલાં લઈ શકાય. (Image Source | iStock)

કિડની ફંક્શન ટેસ્ટ (KFT) દ્વારા કિડની યોગ્ય રીતે કામ કરી રહી છે કે નહીં તેની તપાસ કરવામાં આવે છે. આ ટેસ્ટમાં ક્રિએટિનિન અને યુરિયા જેવા ઘટકોના સ્તરની તપાસ કરવામાં આવે છે. કિડનીની કામગીરીમાં કોઈ ગરબડ હોય તો આ તપાસ તેના સંકેતો મેળવવામાં મદદરૂપ થઈ શકે છે. (Image Source | iStock)

લિવર ફંક્શન ટેસ્ટ (LFT) દ્વારા લિવરની સ્થિતિ સમજવામાં મદદ મળે છે. આ ટેસ્ટથી લિવર સંબંધિત સમસ્યાઓના સંકેતો જાણી શકાય છે. આ તમામ મેડિકલ ટેસ્ટની જરૂરિયાત વ્યક્તિની ઉંમર, સ્વાસ્થ્યની સ્થિતિ, જોખમી પરિબળો અને ડોક્ટરની સલાહ અનુસાર નક્કી કરવામાં આવે છે. (Image Source | iStock)

નોંધ : આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. (Image Source | iStock)