
ઇલેક્ટ્રિક વાહનમાં મુખ્યત્વે ચાર મહત્વપૂર્ણ ઘટકો હોય છે. બેટરી પેક, ઇલેક્ટ્રિક મોટર, કંટ્રોલ યુનિટ અને ઇન્વર્ટર. મોટાભાગના ઇલેક્ટ્રિક વાહનોમાં લિથિયમ-આયન બેટરી વપરાય છે, જે ઓછું વજન ધરાવતી છતાં વધુ શક્તિશાળી હોય છે અને વાહનને ઝડપી તેમજ લાંબી અંતર સુધી ચલાવવા સક્ષમ બનાવે છે. ( Credits: Getty Images )

ઇલેક્ટ્રિક વાહનોએ PUC એટલે કે પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ મેળવવાની ફરજ પડતી નથી, કારણ કે તેઓ પેટ્રોલ અથવા ડીઝલ જેવી ઇંધણ પર આધારિત નથી. આ વાહનો પ્રદૂષણ ફેલાવતા નથી. તેમ છતાં, ઇલેક્ટ્રિક વાહન ચલાવતા લોકો માટે કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. ( Credits: Getty Images )

ભલેને ઇલેક્ટ્રિક વાહન માટે PUC સર્ટિફિકેટ લેવું ફરજિયાત ન હોય, તેમ છતાં કંપનીએ એ સાબિત કરવું પડે છે કે વાહનના નિર્માણ દરમિયાન તમામ સરકારદ્વારા નિર્ધારિત નિયમોનું પાલન થયું છે. સામાન્ય રીતે EV સંબંધિત દસ્તાવેજોમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવે છે કે વાહન વીજળીથી ચાલે છે અને તેમાં કાર્બન ઉત્સર્જન થતું નથી. આ કારણસર, આવા વાહનો માટે PUC સર્ટિફિકેટ જરૂરી રહેતું નથી. ( Credits: Getty Images )

ભારતના માર્ગો પર ચાલતા તમામ પેટ્રોલ અને ડીઝલ આધારિત વાહનો માટે PUC (પોલ્યુશન અંડર કંટ્રોલ) પ્રમાણપત્ર રાખવું ફરજિયાત છે. આ પ્રમાણપત્ર દર્શાવે છે કે વાહનમાંથી નીકળતો ધુમાડો નક્કી કરેલી મર્યાદામાં જ છે. PUC પ્રમાણપત્ર સામાન્ય રીતે એક વર્ષ માટે માન્ય હોય છે, પછી તેને ફરીથી પરીક્ષણ કરીને નવું પ્રમાણપત્ર મેળવવું પડે છે. વાહન ચલાવતી વખતે આ પ્રમાણપત્ર તમારી પાસે હોવું જરૂરી છે, કારણ કે ટ્રાફિક વિભાગની ચકાસણી દરમિયાન તે માંગવામાં આવી શકે છે.(Credits: - Canva)