ઇલેક્ટ્રિક સ્કૂટર બનાવતી આ કંપનીના શેરમાં કમાણીની ‘મોટી તક’, એક્સપર્ટે આપ્યો ₹1,150નો ટાર્ગેટ

ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) માર્કેટમાં ધૂમ મચાવી રહેલી કંપનીના શેરમાં રોકાણકારો માટે સારી એવી કમાણીની તક દેખાઈ રહી છે. બજારના દિગ્ગજ બ્રોકરેજ હાઉસે આ સ્ટોક પર ઉત્તમ ટાર્ગેટ આપતાં તેને ખરીદવાની (Buy) સલાહ આપી છે.

| Updated on: Jun 23, 2026 | 8:22 PM
1 / 5
ઇલેક્ટ્રિક સ્કૂટર બનાવતી કંપનીનો શેર રોકાણકારો વચ્ચે ચર્ચામાં આવ્યો છે. બ્રોકરેજ ફર્મ એમકે ગ્લોબલ ફાઇનાન્સિયલ સર્વિસિસે (Emkay Global Financial Services) આ શેર ખરીદવાની સલાહ આપી છે. ફર્મનું કહેવું છે કે, ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરનું બજાર ઝડપથી વધી રહ્યું છે, જેનો ફાયદો એથર એનર્જીને મળી શકે છે.

2 / 5
એમકે (Emkay) એ શેરનો ટાર્ગેટ પ્રાઇસ 1150 રૂપિયા રાખ્યો છે, જે વર્તમાન કિંમત કરતાં આશરે 14% વધારે છે. નિષ્ણાતોનું માનવું છે કે, આગામી સમયમાં આમાં સારો ઉછાળો જોવા મળી શકે છે. બ્રોકરેજ ફર્મ એમકેનું કહેવું છે કે, પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાને કારણે લોકો ઇલેક્ટ્રિક વાહનો તરફ વધુ વળી રહ્યા છે, જેનાથી આ સેક્ટરનો ગ્રોથ થઈ રહ્યો છે. પોતાના રિપોર્ટમાં એમકેએ જણાવ્યું છે કે, એથર હજુ પણ આ માર્કેટની મનપસંદ કંપની બનેલી છે.

3 / 5
ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર (E2W) માર્કેટમાં એથર એનર્જી સારું કામ કરી રહી છે અને પોતાનો હિસ્સો વધારી રહી છે. જૂન 2026 સુધીમાં તેનો બજાર હિસ્સો વધીને 16.5% થઈ ગયો છે, જે જૂન 2025માં 14.5% હતો.

4 / 5
એથર એનર્જીના શેરના પરફોર્મન્સને જોતા ખબર પડે છે કે, લાંબાગાળામાં (Long Term) આમાં સારો ગ્રોથ રહ્યો છે અને રોકાણકારોનો રસ જળવાઈ રહ્યો છે. જો કે, છેલ્લા કેટલાક દિવસોમાં આમાં થોડી નબળાઈ પણ જોવા મળી છે. છેલ્લા એક અઠવાડિયામાં તેના શેરમાં 6.48% અને બે અઠવાડિયામાં 4.14% નો ઘટાડો આવ્યો છે.

5 / 5
જો થોડો લાંબો સમયગાળો જોઈએ તો સ્થિતિ ઘણી સારી છે. એક મહિનામાં 8.60%, ત્રણ મહિનામાં 22.67%, આ વર્ષે અત્યાર સુધીમાં 29.92%, 6 મહિનામાં 37.49% અને એક વર્ષમાં 199.55% નો ઉછાળો નોંધાયો છે. આનાથી સાબિત થાય છે કે, એકંદરે કંપનીના શેરે લાંબાગાળામાં મજબૂત રિટર્ન આપ્યું છે. જણાવી દઈએ કે, Ather Energy નો શેર મંગળવારે એટલે કે 23 જૂનના રોજ 1006.75 રૂપિયા પર બંધ થયો હતો.

Follow Us