આ કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ.4,725 કરોડનું હતું, જેની સામે એમઆરએફનું એમકેપ રૂ.51,986 કરોડ હતું, જે 10 ગણું ઓછું ગણાય. ઇન્વેસ્ટમેન્ટ કેટેગરીમાં રહેલી કંપની મુંબઈ સ્થિત રજીસ્ટ્રર્ડ છે.કંપનીમાં સ્પેશ્યિલ કોલ ઓક્શન હેઠળ પ્રાઇસ ડિસ્કવરી હાથ ધરવામાં આવી હતી, જેને પગલે અગાઉ શેરનો ભાવ રૂ.3.53 વાળો રૂ.2.25 લાખના સ્તરે ખુલ્યા બાદ નીચામાં રૂ.2,13,800 થઇને બંધ રૂ.2,36,250 બંધ રહેતાં બીએસઈ ડેટા અનુસાર આગલા બંધ રૂ.1,61,023 સામે રૂ.75,227 એટલે કે 46.7 ટકા ઊછળીને બંધ રહ્યો હતો. જો, શેરના ભાવમાં રૂ.3.53 સામે ઊછાળો જોવામાં આવે તો 66,92,535 ટકા થાય. કંપનીના શેરો ટ્રેડ ટુ ટ્રેડ સેગમેન્ટ હેઠળ છે અને તેમાં કુલ ટ્રેડિંગ સંખ્યા માત્ર 241 શેરોની નોંધાઈ હતી. બીએસઇમાં કંપની અંગે છેલ્લી નોટીસ 2013માં આપવામાં આવી હતી.