Homemade Amla Candy Recipe : વિટામીન સીથી ભરપૂર આમળાની જેલી કેન્ડી સરળતાથી ઘરે બનાવો, જુઓ તસવીરો

|

Nov 20, 2024 | 9:40 AM

શિયાળામાં આમળાનું સેવન સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. આમળામાં વિટામીન સી, એન્ટીઓક્સીડેન્ટ અને અન્ય પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. કેટલાક લોકોને આમળા સ્વાદે ખાટા લાગતા હોવાથી તેને ખાવાનું ટાળે છે. તો આજે આપણે જોઈશું કે કેવી રીતે આમળાની જેલી કેન્ડી ઘરે બનાવી શકાય.

1 / 6
આમળાની જેલી કેન્ડી ઘરે બનાવવા માટે આમળા, ખાંડ, પાણી, લીંબુનો રસ ,એલચી પાઉડર, બુરુ ખાંડ સહિતની સામગ્રીની જરુર પડશે.

2 / 6
સૌ પ્રથમ આમળાને સારી રીતે ધોઈ લો. એક પેનમાં પાણી ગરમ કરો અને તેમાં આમળા ઉમેરો. 10-12 મિનિટ સુધી આમળા નરમ થાય ત્યાં સુધી ઉકાળો. આમળાને ઠંડા થવા દો અને બીજ કાઢી લો અને તેના પલ્પને મેશ કરો.

3 / 6
પેનમાં આમળાનો પલ્પ ઉમેરો. તેમાં ખાંડ અને 2 કપ પાણી મિક્સ કરો. મિશ્રણને ધીમી આંચ પર થવા દો. જ્યાં સુધી મિશ્રણ ઘટ્ટ થાય અને જેલી જેવું થાય ત્યાં સુધી થવા દો.

4 / 6
જ્યારે મિશ્રણ ઘટ્ટ થઈ જાય ત્યારે તેમાં લીંબુનો રસ અને એલચી પાવડર ઉમેરો. લીંબુનો રસ માત્ર સ્વાદ જ નથી વધારતો પણ જેલીને સેટ થવામાં પણ મદદ કરે છે. તેને 2-3 મિનિટ વધુ પકાવો.

5 / 6
એક ટ્રેને ઘી અથવા માખણથી ગ્રીસ કરો. ટ્રેમાં જેલીનું મિશ્રણ ઉમેરી તેને સરખી રીતે ફેલાવો. તેને 4-5 કલાક અથવા સંપૂર્ણ સેટ ન થાય ત્યાં સુધી ઠંડુ થવા દો.

6 / 6
સેટ થયેલી જેલીને છરી વડે નાના ક્યુબ્સમાં કાપો. આ ક્યુબ્સને પાઉડર શુગરથી કોટ કરી તેને સ્ટોર કરો.

Next Photo Gallery