
યુટ્યુબ પરથી પૈસા કમાવવા માટે સૌથી પહેલાં તમારી અપલોડ કરેલી ચેનલ અને વીડિયોને મોનેટાઇઝ કરાવવા જરૂરી છે. આ ઉપરાંત, જાહેરાતોમાંથી આવક મેળવવા માટે YouTube Partner Program (YPP) સાથે જોડાવું પડે છે. (Image Source | iStock)

યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામના પ્રારંભિક લેવલ માટે શરતો પૂર્ણ કરવી જરૂરી છે. જેમાં ચેનલ પર ઓછામાં ઓછા 500 સબ્સ્ક્રાઇબર્સ હોવા જોઈએ. છેલ્લા 90 દિવસમાં ઓછામાં ઓછા 3 પબ્લિક વીડિયો અપલોડ કરેલા હોવા જોઈએ. છેલ્લા 12 મહિનામાં 3,000 કલાકનો પબ્લિક વોચ ટાઇમ અથવા છેલ્લા 90 દિવસમાં 30 લાખ માન્ય પબ્લિક શોર્ટ્સ વ્યૂઝ હોવા જોઈએ. (Image Source | iStock)

બીજા લેવલમાં, યુટ્યુબ પર જાહેરાતો દ્વારા આવક મેળવવા માટે પણ અમુક શરતો પૂર્ણ કરવી જરૂરી છે. જેમાં ચેનલ પર ઓછામાં ઓછા 1,000 સબ્સ્ક્રાઇબર્સ હોવા જોઈએ. છેલ્લા 12 મહિનામાં 4,000 કલાકનો પબ્લિક વોચ ટાઇમ અથવા છેલ્લા 90 દિવસમાં 1 કરોડ માન્ય પબ્લિક શોર્ટ્સ વ્યૂઝ હોવા જોઈએ. (Image Source | iStock)

આ શરતો પૂર્ણ થયા બાદ યુટ્યુબની કેટલીક મોનેટાઇઝેશન સુવિધાઓનો લાભ મળી શકે છે. જોકે, પ્રથમ લેવલની જેમ અહીં પણ માત્ર શરતો પૂર્ણ કરવાથી આવક શરૂ થતી નથી. યુટ્યુબની સમીક્ષા અને મંજૂરી મળ્યા બાદ વીડિયો જાહેરાતો, શોર્ટ્સ ફીડ અને YouTube Premium દ્વારા કમાણી કરી શકાય છે. (Image Source | iStock)

કન્ટેન્ટ દ્વારા પૈસા કમાવવાની રીતો: વીડિયો પર જાહેરાતો બતાવીને કમાણી, શોર્ટ વીડિયો દ્વારા કમાણી, ચેનલ મેમ્બર્સ અને સુપર ચેટ, સ્પોન્સરશિપ દ્વારા કમાણી. (Image Source | iStock)

તમારી યુટ્યુબની આવક કઈ બાબતો પર આધાર રાખે છે? : યુટ્યુબ પર દરેક ક્રિએટરની આવક એકસરખી હોતી નથી. તમારી કમાણી ઘણી બાબતો પર આધાર રાખે છે. જેમાં વીડિયો કયા વિષય અથવા કેટેગરીનો છે, દર્શકો કયા દેશમાં રહે છે, જાહેરાતોની માંગ કેટલી છે, દર્શકો કેટલો સમય વીડિયો જુએ છે, વીડિયોમાં કેટલી જાહેરાતો બતાવવામાં આવે છે, વીડિયો લાંબા ફોર્મેટનો છે કે શોર્ટ્સ છે. (Image Source | iStock)

કઈ ભૂલો કરવાથી યુટ્યુબમાંથી કમાણી નહીં થાય ? ઘણા લોકો ઝડપથી પૈસા કમાવવાની આશામાં અન્ય લોકોના વીડિયો ડાઉનલોડ કરીને પોતાની ચેનલ પર અપલોડ કરે છે. પરંતુ આવું કરવાથી કોપિરાઇટ સ્ટ્રાઇક આવી શકે છે અને ચેનલને મોનેટાઇઝ કરવામાં મુશ્કેલી પડી શકે છે. (Image Source | iStock)

યુટ્યુબ પરથી કમાણી ચાલુ રાખવા માટે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. અન્ય લોકોના વીડિયો કે ગીતો પરવાનગી વગર ઉપયોગ કરવા નહીં, ફેક વ્યૂઝ કે સબ્સ્ક્રાઇબર્સ ખરીદવાનું ટાળવું જોઈએ, એક જ કન્ટેન્ટને વારંવાર અપલોડ કરવો નહીં. દર્શકોને ગેરમાર્ગે દોરે તેવા ટાઇટલ કે થંબનેલનો ઉપયોગ કરવો નહીં, યુટ્યુબની Community Guidelines અને Monetization Policyનું પાલન કરવું. (Image Source | iStock)

નોંધ : આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. (Image Source | iStock)