ઉદવાડા-પારડી વચ્ચે માટી ધસી પડતાં રેલ વ્યવહાર ખોરવાયો: કર્ણાવતી, ડબલડેકર અને સયાજીનગરી શોર્ટ ટર્મિનેટ કરાઈ

ભારે વરસાદને કારણે પશ્ચિમ રેલવેના મુંબઈ-સુરત રેલખંડ પર ઉદવાડા અને પારડી જીલ્લા વચ્ચે માટી ધસી પડતાં અને જમીનનું ધોવાણ થતાં ટ્રેન સેવાઓ પ્રભાવિત થઈ છે. કર્ણાવતી, ડબલડેકર અને સયાજીનગરી જેવી મુખ્ય ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ અને શોર્ટ ઓરિજિનેટ કરવામાં આવી છે.

| Updated on: Jul 22, 2026 | 7:28 PM
1 / 5
ગુજરાતમાં સર્જાયેલી અતિભારે વરસાદની પરિસ્થિતિને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં જળબંબાકાર થતાં જનજીવન ભારે અસ્તવ્યસ્ત બન્યું છે. આ પ્રાકૃતિક આપદાની સીધી અને ગંભીર અસર રેલવે વ્યવહાર પર જોવા મળી રહી છે. સામાન્ય સંજોગોમાં અવિરત કાર્યરત રહેતી રેલવે સેવાઓ વરસાદના કારણે ખોરવાઈ ગઈ છે, જેના લીધે ગુજરાત અને મુંબઈ વચ્ચેનો ટ્રેન વ્યવહાર વ્યાપકપણે પ્રભાવિત થયો છે. રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જવા તેમજ જમીનનું ધાવાણ થવાને કારણે રેલવે પ્રશાસન દ્વારા તકેદારીના ભાગરૂપે તાત્કાલિક અસરથી કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે, જ્યારે કેટલીક ટ્રેનોના રૂટ ટૂંકાવીને શોર્ટ ટર્મિનેટ તથા શોર્ટ ઓરિજિનેટ કરવાનો નિર્ણય લેવાયો છે. ટ્રેન વ્યવહાર ખોરવાતાં હજારો મુસાફરો રેલવે સ્ટેશનો પર અટવાઈ પડ્યા છે અને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

2 / 5
પશ્ચિમ રેલવેના મુંબઈ-સુરત રેલખંડ પર આવેલા ઉદવાડા-પારડી સ્ટેશનો વચ્ચે ભારે વરસાદને કારણે બેંક સ્લાઇડ (માટી ધસી પડવી) અને જમીનનું ધોવાણ થવાને લીધે કેટલીક ટ્રેન સેવાઓ પ્રભાવિત થઈ છે, જેની વિગત નીચે મુજબ છે:

3 / 5
ટ્રેન નંબર 12934 અમદાવાદ–બાંદ્રા ટર્મિનસ કર્ણાવતી એક્સપ્રેસ (22.07.2026) ને વલસાડ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. ટ્રેન નંબર 12932 અમદાવાદ–મુંબઈ સેન્ટ્રલ ડબલ ડેકર એક્સપ્રેસ (22.07.2026) ને નવસારી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. ટ્રેન નંબર 20908 ભુજ–દાદર સયાજીનગરી એક્સપ્રેસ (21.07.2026) ને સુરત સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે.

4 / 5
શોર્ટ ઓરિજિનેટ કરાયેલી ટ્રેનો:  ટ્રેન નંબર 12933 બાંદ્રા ટર્મિનસ–અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ (22.07.2026) વલસાડ સ્ટેશનથી 16:20 વાગ્યે ઉપડશે. ટ્રેન નંબર 12931 મુંબઈ સેન્ટ્રલ–અમદાવાદ ડબલ ડેકર એક્સપ્રેસ (22.07.2026) નવસારી સ્ટેશનથી 17:20 વાગ્યે ઉપડશે. ટ્રેન નંબર 20907 દાદર–ભુજ સયાજીનગરી એક્સપ્રેસ (22.07.2026) સુરત સ્ટેશનથી 19:35 વાગ્યે ઉપડશે.

5 / 5
નોંધ: મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ મુસાફરી કરતા પહેલા ટ્રેનોના સમય, રોકાણ અને અન્ય નવીનતમ માહિતી માટે રેલવેની અધિકૃત વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે.

Follow Us