
ત્યારબાદ, વર્ષના કોઈ પણ મહિનામાં આવતા એકાદશી દિવસે, ભગવાન વિષ્ણુના સમક્ષ આ લાકડાઓ અગ્નિમાં અર્પણ કરો અને ઘરના સુખ-સમૃદ્ધિ માટે ભક્તિપૂર્વક પ્રાર્થના કરો. ( Credits: Getty Images )

જ્યારે તુલસીનો છોડ સુકાઈ જાય, ત્યારે તેનામાંથી થોડું લાકડું લઈને એક નાનું પોટલું તૈયાર કરો અને તેને સુતરાઉ ધાગાથી ઘરના મંદિરમાં રાખો. ( Credits: Getty Images )

દર અઠવાડિયે એકવાર એ પોટલીને ગંગાજળમાં બોળીને ઘરના દરેક ખૂણામાં છંટકાવ કરવાથી અશુદ્ધતાઓ દૂર થાય છે અને ઘરમાં પોઝિટિવ ઊર્જા ફેલાય છે. ( Credits: Getty Images )

તુલસીના સુકા લાકડાને પવિત્ર જળથી ધોઈ લો અને પછી તેને સફેદ કપડામાં વિધીપૂર્વક બાંધીને રાખો. પછી આ પોટલીને ઘરના મુખ્ય દરવાજા પાસે બાંધો. માન્યતા છે કે આ રીતે માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં અન્ન-ધનની કમી કદી અનુભવાતી નથી. ( નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા ઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)
Published On - 6:49 pm, Fri, 23 May 25