
ટેન્ડર ક્યાંથી મળશે? : રેલવે સ્ટેશન પર દુકાન ખોલવા માટે તમે IRCTC ના કોર્પોરેટ પોર્ટલ પર એક્ટિવ ટેન્ડર ચકાસી શકો છો. આ ઉપરાંત અલગ-અલગ ઝોનના રેલવે પણ તેમના પોર્ટલ પર ટેન્ડરોની માહિતી આપતા રહે છે. તમે જે પ્રકારની દુકાન ખોલવા માંગો છો તેની યોગ્યતાને ધ્યાનમાં રાખીને આ ટેન્ડર ભરી શકાય છે. આ માટે તમારે 40 હજારથી 3 લાખ રૂપિયા જમા કરાવવા પડશે. આ ફી દુકાનના સ્થાન અને કદના આધારે બદલાઈ શકે છે.

કેવી રીતે અરજી કરી શકાય? : રેલવે સ્ટેશનો પર દુકાન ખોલવા માટે સૌથી મહત્વની બાબત એ છે કે દુકાન માટે જગ્યા મેળવવી. આવી સ્થિતિમાં તમે IRCTCની કોર્પોરેટ વેબસાઇટ અને ઝોનની ઓફિશિયલ વેબસાઇટ સમયાંતરે તપાસી શકો છો. રેલવે ટેન્ડર સંબંધિત તમામ માહિતી અહીં શેર કરે છે. જો તમે પણ રેલવે સ્ટેશન પર દુકાન ખોલવા માંગતા હોવ તો તમારી પાસે આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ, વોટર આઈડી કાર્ડ જેવા મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ.