
ચમકતી ત્વચા માટે ભુજંગાસનનો અભ્યાસ કરો: જો તમે ઇચ્છો છો કે તમારી ત્વચા લાંબા સમય સુધી સ્વસ્થ અને ચમકતી રહે તો તમે ભુજંગાસનનો પણ અભ્યાસ કરી શકો છો. યોગા મેટ ફ્લોર પર પાથરી અને પેટના બળે સૂઈ જાઓ. ધીમે-ધીમે શ્વાસ લેતા તમારા હથેળીઓની મદદથી તમારી છાતી અને પેટને ફ્લોરથી ઉપર ઉઠાવો. તમારા માથાને ઉપરની તરફ રાખો. લગભગ 30 સેકન્ડ સુધી આ મુદ્રામાં રહો અને પછી શ્વાસ બહાર કાઢો અને પાછલી સ્થિતિમાં પાછા ફરો.

હલાસનથી સ્વસ્થ ત્વચા મેળવો: હલાસન યોગ કરવા માટે મેટ પર તમારી પીઠના બળે સૂઈ જાઓ. તમારા પગ અને હાથ બિલકુલ સીધા રાખો. હવે શ્વાસ લેતા ધીમે-ધીમે બંને પગ ઉપરની તરફ ઉંચા કરો અને તેમને માથાની પાછળ લઈ જાઓ અને તેમને ફ્લોર પર મૂકો. શ્વાસ બહાર કાઢો અને સામાન્ય રીતે શ્વાસ લેવાનું ચાલુ રાખો. શરીરને સ્થિર રાખો. તમે તમારા બંને હાથ સીધા જમીન પર રાખી શકો છો અથવા ટેકો માટે તમારી કમરની પાછળ પણ રાખી શકો છો. લગભગ 30 સેકન્ડ સુધી આ રીતે રહ્યા પછી પાછલી સ્થિતિમાં પાછા આવો. આનાથી ફક્ત તમારી ત્વચાને જ ફાયદો થશે નહીં પરંતુ તમારી કમર, પેટ અને પગના સ્નાયુઓ પણ સ્વસ્થ અને મજબૂત બનશે. કમરની સમસ્યાઓ દૂર થશે. (Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે. યોગ કરવા માટે પહેલા શરીર ફ્લેક્સિબલ હોવું જરુરી છે તેમજ કોઈ નિષ્ણાંતની સલાહ લઈને યોગ કરી શકાય.)