
બાઈડનના ભાષણ પહેલાં, યુએસ સર્જન જનરલ વાઈસ એડમિરલ વિવેક એચ. મૂર્તિ, નિવૃત્ત યુએસ નેવીના અધિકારી અને નાસા અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ અને 'ભારતીય-અમેરિકન યુવા કાર્યકર' શ્રુતિ અમુલાએ પણ દિવાળીના ખાસ સમારોહને સંબોધિત કર્યો હતો.

સુનીતાએ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પરથી રેકોર્ડ કરેલો એક વીડિયો મેસેજ મોકલ્યો હતો. વ્હાઇટ હાઉસના 'બ્લુ રૂમ'માં વિધિપૂર્વક દીપ પ્રગટાવતા બાઈડને કહ્યું કે દક્ષિણ એશિયાઈ અમેરિકન સમુદાયે અમેરિકન જીવનના દરેક ભાગને સમૃદ્ધ બનાવ્યો છે. ( તસવીર સૌજન્ય-PTI)