
MS Dhoni શું IPL 2026માં એક પણ મેચ નહીં રમે? આ સવાલ હાલમાં દરેક ક્રિકેટ ફેનના મનમાં છે. ખાસ કરીને ત્યારે, જ્યારે તે Chennai Super Kings ની ટીમ સાથે Delhi Capitals સામેની મેચ માટે પણ ગયો નહોતો.

આ સીઝનની શરૂઆત પહેલા ધોનીને પગની પિંડમાં ઈજા થઈ હતી. શરૂઆતમાં એવું માનવામાં આવતું હતું કે તે માત્ર 3-4 મેચ માટે બહાર રહેશે. પરંતુ હવે સ્થિતિ અલગ છે. ચેન્નાઈ સુપર કિંગ્સ અત્યાર સુધી 9 મેચ રમી ચૂકી છે, છતાં ધોની એક પણ મેચમાં જોવા મળ્યો નથી.

ચેન્નાઈએ શરૂઆતમાં થોડું ખરાબ પ્રદર્શન કર્યું હતું, પરંતુ છેલ્લી કેટલીક મેચોમાં જીત મેળવીને ટીમે પ્લેઓફની આશા જીવંત રાખી છે. છતાં પણ ચાહકો માટે સૌથી મોટી નિરાશા એ છે કે તેઓ પોતાના પ્રિય ખેલાડી ધોનીને મેદાન પર નથી જોઈ શકતા.

5 મેના રોજ નવી દિલ્હીના Arun Jaitley Stadium ખાતે દિલ્હી કેપિટલ્સ સામેની મેચ માટે આખી ટીમ દિલ્હી પહોંચી હતી, પરંતુ ધોની ટીમ સાથે નહોતો. રિપોર્ટ્સ મુજબ, તે હજુ પણ ચેન્નાઈમાં રહીને પોતાની ઈજામાંથી સંપૂર્ણ રીતે સાજા થવા પર ધ્યાન આપી રહ્યો છે.

આ પહેલી વાર નથી કે ટીમ ધોની વગર બહાર ગઈ હોય. તાજેતરમાં ચેન્નાઈના બેટિંગ કોચ Michael Hussey એ જણાવ્યું હતું કે ધોની ટીમના સંયોજનમાં ખલેલ ન પહોંચે અને ધ્યાન ભંગ ન થાય તે માટે ટીમ સાથે પ્રવાસ કરી રહ્યો નથી.

હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું આ સીઝનમાં ધોનીને મેદાન પર જોવા મળશે? શરૂઆતમાં જે ઈજા નાની લાગી રહી હતી, તે હવે લાંબી ગેરહાજરીમાં ફેરવાઈ ગઈ છે. તેમ છતાં, ટીમ મેનેજમેન્ટને આશા છે કે સીઝન પૂરી થાય તે પહેલા ધોની ફરીથી રમવા માટે ઉપલબ્ધ થશે.(All Image - BCCI)