
જો તમે દરિયાકિનારે વેડિંગ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો.શિવરાજપુર બીચ નજીક તમે તમારા ડેસ્ટિનેશન વેડિંગનો પ્લાન બનાવી શકો છો. લગ્ન બાદ શિવરાજપુર બીચ પર સુંદર વેડિંગ ફોટો પણ ક્લિક કરી શકો છો.

ગીર અભ્યારણ આમ તો સિંહ માટે પ્રખ્યાત છે.ગીરનું અભ્યારણ ગુજરાતનું જાણીતું પ્રવાસન સ્થળ બની ગયું છે, દેશી-વિદેશી પ્રવાસીઓ અહિ મોટી સંખ્યામાં આવે છે. અહિ અનેક એવા રિસોર્ટ કે પછી આવેલા છે, જ્યાં તમને ટ્રેડિશનલ થીમ મળી રહેશે. ટુંકમાં રિસોર્ટ એવી રીતે બનાવવામાં આવ્યા છે કે, જ્યાં તમને એક અલગ જ ફીલિંગ આવશે. ગામઠી ઠાઠમાં તમે પણ તમારા ડેસ્ટિનેશન વેડિંગનો પ્લાન બનાવી શકો છો.

ડેસ્ટિનેશન વેડિંગની વાત હોય તો વડોદરા પણ કેમ પાછળ રહે, ગુજરાત સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીકના વિવિધ પ્રવાસન સ્થળોને વેડિંગ ડેસ્ટિનેશન તરીકે ખોલ્યા છે. સરકારને આશા છે કે જો લોકો અહીં લગ્ન માટે આવશે તો તેઓ આ પ્રતિમાની સુંદરતાનો આનંદ માણશે.