
ભારત ડાયનેમિક્સ લિમિટેડ એ ભારતના દારૂગોળો અને મિસાઈલ સિસ્ટમ્સના ઉત્પાદકોમાંનું એક છે. તેની સ્થાપના 1970 માં હૈદરાબાદ ભારતમાં કરવામાં આવી હતી. ૫ દિવસમાં શેર 291.40 રૂપિયા અથવા -18.39% તૂટ્યો હતો. આજે પણ શેર 10 ટકાનો ઘટાડો બતાવી રહ્યો છે. શેરની 52 સપ્તાહની ઉપલી સપાટી 1,662.95 રૂપિયા છે.

કોચીન શિપયાર્ડ લિમિટેડ એ ભારતની સૌથી મોટી જહાજ નિર્માણ અને જાળવણી સુવિધા આપે છે. તે ભારતના કેરળ રાજ્યના કોચી બંદર-શહેરમાં દરિયાઈ-સંબંધિત સુવિધાઓની લાઇનનો એક ભાગ છે. શિપયાર્ડ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓમાં પ્લેટફોર્મ સપ્લાય વેસલ્સ અને ડબલ-હુલ ઓઇલ ટેન્કર્સનું નિર્માણ છે. શેર આજે 118.30 રૂપિયા અથવા 6.53% તૂટ્યો છે. સપ્તાહમાં 16.39% ગગડ્યો છે.

Data Patterns (India) Ltd કંપનીનો શેર આજે 4.5 ટકા આસપાસ નુકસાનમાં છે. શેરની કિંમત 2,499.10 અને ઘટાડો 118.65 રૂપિયા છે. 52 સપ્તાહનું ઉપલું સ્તર 3,443.90 રૂપિયા છે સ્ટોક્સ 5 દિવસમાં 14.47% સુધી ઘટ્યો છે.

આ ઉપરાંત અન્ય ઘણી ડિફેન્સ કામનીઓના શેર આજે પણ લાલ નિશાન નીચે ટ્રેડ થઇ રહ્યા છે. આ સ્ટોક્સમાં રોકાણ લાંબા ગાળે લાભ આપી શકે છે.

stock market disclaimer