
ડી પુરંદેશ્વરી ત્રણ વખત લોકસભા સાંસદ અને આંધ્ર પ્રદેશ ભાજપ પ્રદેશ પ્રમુખ છે, અને આંધ્ર પ્રદેશના રાજકારણમાં એક મોટો ચહેરો પણ છે. ડી પુરંદેશ્વરીએ વિશ્વભરમાં જઈને પાકિસ્તાનના આતંકવાદી ચહેરાને ઉજાગર કર્યો હતો.

ડી પુરંદેશ્વરીનો જન્મ 22 એપ્રિલ 1959ના રોજ એન. ટી. રામા રાવ અને બસાવતારકમને ત્યાં થયો હતો. પુરંદેશ્વરી ટીડીપીના વડા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુની સાળી છે.તેમણે ચેન્નાઈના ચર્ચ પાર્ક સ્થિત સેક્રેડ હાર્ટ મેટ્રિક્યુલેશન હાયર સેકન્ડરી સ્કૂલમાંથી શાળાકીય શિક્ષણ મેળવ્યું હતું.

પુરંદેશ્વરી એક મોટા રાજકીય પરિવારમાંથી આવે છે. તેમના પિતા નંદમુરી તારક રામા રાવ (NTR) હતા. તેઓ એક ભારતીય અભિનેતા, ફિલ્મ નિર્માતા અને નેતા હતા. NTR સાત વર્ષ સુધી આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી રહ્યા.

ડી પુરંદેશ્વરીને 7 ભાઈઓ અને 3 બહેનો છે. તેમણે 1979માં સાઉથ ઈન્ડિયન એજ્યુકેશનલ ટ્રસ્ટ એન્ડ વિમેન કોલેજ (ચેન્નાઈ) (જેનું નામ બદલીને બશીર અહેમદ સઈદ કોલેજ ફોર વિમેન રાખવામાં આવ્યું છે) માંથી સાહિત્યમાં બેચલર ઓફ આર્ટ્સ કર્યું છે,

ત્યારબાદ 1996માં જેમોલોજીકલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયામાંથી જેમોલોજીમાં ડિપ્લોમા કર્યો છે. તેઓ પાંચ ભાષાઓ, અંગ્રેજી, તેલુગુ, તમિલ, હિન્દી અને ફ્રેન્ચ વાંચી, લખી અને બોલી શકે છે.

ડી પુરંદેશ્વરીએ 9 મે 1979ના રોજ દગ્ગુબાતી વેંકટેશ્વર રાવ સાથે લગ્ન કર્યા અને તેમને એક પુત્રી, નિવેદિતા અને પુત્ર, હિતેશ ચેન્ચુરામ છે.ડી પુરંદેશ્વરીએ 1997માં હૈદરાબાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ જેમ એન્ડ જ્વેલરીની સ્થાપના કરી હતી.

2009માં પુરંદેશ્વરીને કેન્દ્ર સરકારમાં રાજ્યમંત્રી પણ બનાવવામાં આવી હતી. તેઓ 15મી લોકસભા માટે કોંગ્રેસની ટિકિટ પર વિશાખાપટ્ટનમ બેઠક પરથી ચૂંટાય હતી. અગાઉ કોંગ્રેસે તેમને બાપટલા બેઠક પરથી મેદાનમાં ઉતારી હતી, જ્યાં તેઓ જીતી ગયા હતા.

જોકે, આંધ્રપ્રદેશના વિભાજનના મુદ્દા પર કોંગ્રેસ સાથેના તેમના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. તેમણે વિભાજનનો વિરોધ કર્યો હતો. આનાથી નારાજ થઈને, પુરંદેશ્વરીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું અને 7 માર્ચ 2014ના રોજ ભાજપમાં જોડાયા.

ભાજપમાં જોડાયા પછી, પાર્ટીએ તેમને 2014 માં રાજમપેટથી ટિકિટ આપી, પરંતુ તેઓ હારી ગયા. આ પછી, ભાજપે પુરંદેશ્વરીને પાર્ટીના મહિલા મોરચાના પ્રભારી બનાવ્યા.

13 નવેમ્બર 2020 ના રોજ, પાર્ટીએ તેમને ઓડિશાના રાજ્ય પ્રભારીની જવાબદારી સોંપી. ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ 4 જુલાઈ 2023 ના રોજ તેમને આંધ્રના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવી હતી.