કાકડીની છાલને ફેંકો નહીં, નળ અને સિંક પર ક્ષારના ડાઘ કરશે દૂર, જીવજંતુ પણ ભગાડશે

|

May 15, 2024 | 1:32 PM

ઉનાળાની ઋતુમાં દરેક ઘરમાં કાકડી ખાવામાં આવે છે. ઘણા લોકો ફિટ અને હેલ્ધી રહેવા માટે તેને પોતાના ડાયટમાં સામેલ કરે છે. ઘણા લોકો તેને ભોજનની સાથે સલાડ તરીકે પણ ખાવાનું પસંદ કરે છે. પરંતુ દરેક વ્યક્તિ કાકડીની છાલ ફેંકી દે છે. પરંતુ ઘરની સાફ સફાઈમાં કાકડીની છાલ ઉપયોગી છે.

1 / 5
ઘરમાં રહેલા નળ, બેસિન અને સિંકમાં ઘણી વાર ક્ષારના કારણે ડાઘ પડી જાય છે. તેને દૂર કરવા માટે પાણીમાં છાલને ઉકાળી લો. આ પાણીને ક્ષાર લાગેલી વસ્તુઓ પર નાખો. ત્યાર બાદ બ્રશથી ઘસો અને 5 મીનિટ પછી પાણીથી સાફ કરી દો.

2 / 5
બાળકોને તેમની કળા પુસ્તકોમાં નહીં પણ દિવાલો પર પ્રદર્શિત કરવી ગમે છે. પરંતુ પેન્સિલ અને કલરના લીટા ઘરનો લુક બગાડે છે. જો તમે પણ તમારા ઘરની દિવાલો ગંદી થવાથી પરેશાન છો. તો કાકડીની છાલનો ઉપયોગ કરી શકો છો.

3 / 5
દિવાલ પર પેન્સિલ અને કલરના લીટાને દૂર કરવા માટે કાકડીની છાલને ડાઘા પર ઘસો. ત્યારબાદ તેને સાફ કપડાથી સાફ કરી લો.

4 / 5
ઉનાળાની ઋતુમાં લાલ કીડીઓ ઘણી મુશ્કેલી ઉભી કરે છે.ગળ્યુ ખાવાની વસ્તુ મુકતાની સાથે જ કીડીઓના ટોળે ટોળા જોવા મળે છે. પરંતુ કીડીઓને દૂર કરવા કાકડીની છાલનો ઉપયોગ કરી શકાય છે.

5 / 5
પરંતુ જો તમે કીડીઓ પાસે કાકડીનો એક નાનો ટુકડો અથવા કાકડીની છાલ કીડીઓના ટોળા પાસે રાખવાથી કીડીઓ ગાયબ થઈ જાય છે.

Next Photo Gallery