IND vs ZIM: રિંકુ સિંહની વાપસીથી ટીમ ઈન્ડિયામાં વધશે સ્પર્ધા, 2 ખેલાડીઓનું સ્થાન જોખમમાં!

ઝિમ્બાબ્વે સામેની T20 શ્રેણી માટે રિંકુ સિંહની ટીમ ઈન્ડિયામાં વાપસી થઈ છે. આ શ્રેણીમાં જો તે પોતાની ફિનિશરની ભૂમિકા સફળતાપૂર્વક નિભાવે છે તો ભારતીય ટીમના બે ખેલાડીઓનું સ્થાન જોખમમાં આવી શકે છે. આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ પ્રવાસ પર મિડલ ઓર્ડરની નિષ્ફળતા બાદ હવે રિંકુ માટે આ મોટી તક બની છે.

| Updated on: Jul 21, 2026 | 10:01 PM
1 / 6
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 23 જુલાઈથી ત્રણ મેચની T20 શ્રેણી રમાશે. આ શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં રિંકુ સિંહની વાપસી થઈ છે.

2 / 6
છેલ્લા કેટલાક સમયથી ભારતીય ટીમને મિડલ ઓર્ડરમાં એક વિશ્વસનીય ફિનિશરની જરૂરિયાત અનુભવાઈ રહી હતી અને હવે રિંકુ પાસે પોતાને ફરી સાબિત કરવાની તક છે.

3 / 6
આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ભારતીય ટીમના નંબર 4 થી નંબર 7 સુધીના બેટ્સમેનો અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યા નહોતા. મિડલ ઓર્ડરે રન બનાવવામાં અને મેચ ફિનિશ કરવામાં નિષ્ફળતા દર્શાવતા ટીમને બંને T20 શ્રેણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

4 / 6
આ જ કારણસર પસંદગીકારોએ ફરી એકવાર રિંકુ સિંહ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. IPL 2026માં કોલકાતા નાઇટ રાઇડર્સ માટે તેણે 11 ઇનિંગ્સમાં 295 રન બનાવ્યા હતા. લગભગ 150ના સ્ટ્રાઈક રેટ સાથેના તેના પ્રદર્શનને કારણે તેને ફરીથી ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે.

5 / 6
રિંકુ સિંહ સામાન્ય રીતે નંબર 5 અથવા નંબર 6 પર બેટિંગ કરે છે. જો તે ઝિમ્બાબ્વે સામેની શ્રેણીમાં અસરકારક પ્રદર્શન કરશે તો મિડલ ઓર્ડરમાં તેની જગ્યા મજબૂત બની શકે છે. આવી સ્થિતિમાં ટીમમાં સ્થાન માટેની સ્પર્ધા વધુ રસપ્રદ બનશે.

6 / 6
ખાસ કરીને વોશિંગ્ટન સુંદર અને શિવમ દુબે માટે આ શ્રેણી મહત્વપૂર્ણ બની શકે છે. બંને ખેલાડીઓ છેલ્લા કેટલાક સમયથી બેટિંગમાં સતત પ્રભાવ છોડી શક્યા નથી. જો રિંકુ સિંહ ફિનિશરની ભૂમિકામાં સફળ રહે છે તો આગામી શ્રેણીઓમાં ટીમ મેનેજમેન્ટની પ્રથમ પસંદગી તે બની શકે છે. (PC:PTI/GETTY/X)

Follow Us