
હરલીન દેઓલે અત્યાર સુધીમાં 10 વનડે અને 24 ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. તે WPLમાં ગુજરાત જાયન્ટ્સ તરફથી રમે છે. સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે કે હરલીન દેઓલનું સની દેઓલ સાથે ક્નેક્શન છે. પરંતુ હરલીન અને સનીની અટક એક છે. હરલીનનું બોલિવુડના સની દેઓલ કે દેઓલ પરિવાર સાથે કોઈ સંબંધ નથી.

દેઓલ પરિવારની ત્રીજી પેઢીએ હવે બોલિવુડમાં કામ કર્યું છે. ધર્મેન્દ્રનો પુત્ર સની દેઓલ અને બોબી દેઓલ અને પુત્રી એશા દેઓલ લાંબા સમયથી બોલિવુડમાં કામ કરી રહ્યા છે. સનીને બે પુત્રો રાજવીર અને કરણ છે. બોબીને બે પુત્રો આર્યમન અને ધરમ પણ છે. આ બંનેએ હજુ સુધી ડેબ્યૂ કર્યું નથી, પરંતુ આર્યમન ટૂંક સમયમાં ડેબ્યૂ કરવાના ઘણા સમાચાર આવી રહ્યા છે.
Published On - 5:45 pm, Mon, 19 February 24