મહિલા પ્રીમિયર લીગ (WPL) ની પ્રથમ બે સીઝન સફળતાપૂર્વક પૂર્ણ થયા પછી, હવે ત્રીજી સીઝન 14 ફેબ્રુઆરીથી શરૂ થશે, જેમાં આ વખતે ટુર્નામેન્ટની મેચો દેશના ચાર શહેરોમાં રમાશે. WPLની શરુઆત વડોદરાથી થશે.
WPLમાં કુલ 5 ટીમો ભાગ લે છે, જેમાં પ્રથમ સિઝનમાં આ ટુર્નામેન્ટની ટ્રોફી હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમે જીતી હતી, જ્યારે બીજી એટલે કે ગઈ સિઝનમાં, સ્મૃતિ મંધાનાની કેપ્ટનશીપમાં રમી રહેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર મહિલા ટીમ ટાઇટલ જીતવામાં સફળ રહી હતી. આ વખતે, WPL 2025 ની પહેલી મેચ 14 ફેબ્રુઆરીએ રમાશે,
મહિલા પ્રીમિયર લીગની મેચ દેશના 4 શહેરોમાં રમાશે. ટૂર્નામેન્ટની શરુઆત વડોદરાથી થશે. WPLની ફાઈનલ મેચ મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે.
WPLમાં કુલ 5 ટીમ રમે છે. જેમાં ગુજરાત જાયન્ટસ , રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ, મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ અને યુપી વોરિયર્સની ટીમ સામેલ છે. પોઈન્ટ ટેબલમાં પહેલા સ્થાને રહેનારી ટીમ સીધી ફાઈનલ માટે ક્વોલિફાય થશે. તેમજ બીજા અને ત્રીજા સ્થાને રહેનારી ટીમ વચ્ચે એલિમિનેટર મેચ રમાશે.
WPL 2025 સીઝનની મેચનું પ્રસારણ ચાહકો ટીવી પર સ્ટાર સ્પોર્ટસ નેટવર્ક પર જોઈ શકે છે. આ સિવાય ઓનલાઈન સ્ટ્રીમિંગ ડિઝ્ની પ્લસ હોટસ્ટાર એપ પર જોઈ શકે છે. WPL 2025 માં બધી મેચો આ વખતે ભારતીય સમય મુજબ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે અને ટોસ સાંજે 7 વાગ્યે થશે.