
ભારત અને ઓસ્ટ્રેલિયા મહિલા ટી20 વર્લ્ડકપની મેચ ભારતમાં ડિઝ્ની પ્લસ હોટસ્ટાર એપ પર અને વેબસાઈટ પર લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકો છો. ઓસ્ટ્રેલિયાનું સેમિફાઈનલમાં પહોંચવું નક્કી છે. ભારતીય મહિલા ટીમે પોતાની દાવેદારી મજબુત કરવા માટે કોઈ પણ સંજોગોમાં આજે જીત મેળવવી પડશે,

ભારતીય મહિલા ટીમ સામે મેચ પહેલા ઓસ્ટ્રેલિયાની 2 ખેલાડીઓ ઈજાગ્રસ્ત થઈ ચૂકી છે. ભારતીય ટીમ શ્રીલંકા અને પાકિસ્તાનને આ ટૂર્નામેન્ટમાં હરાવી ચૂકી છે.