IPL : સૂર્યકુમાર યાદવ બનશે મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન? કેપ્ટનશિપના સવાલ પર આપ્યો મજેદાર જવાબ

સૂર્યકુમાર યાદવ અગાઉ IPLમાં મુંબઈ ઈન્ડિયન્સનો વાઈસ કેપ્ટન પણ રહી ચૂક્યો છે. જો કે ગત સિઝનમાં રોહિત શર્માને હટાવ્યા બાદ તેને કેપ્ટનશીપ ન મળી અને હાર્દિક પંડ્યાને આ જવાબદારી મળી, પરંતુ હાલમાં જ ટીમ ઈન્ડિયામાં હાર્દિક પંડ્યાની જગ્યાએ સૂર્યાને T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જે બાદ હવે તેને IPL 2025માં પણ મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનાવવામાં આવશે આવી ચર્ચા છે. આ અંગે ખૂબ સૂર્યાએ ઈશારામાં જવાબ આપ્યો છે.

| Updated on: Oct 05, 2024 | 8:40 PM
4 / 8
PTIના અહેવાલ મુજબ સૂર્યાએ કહ્યું કે તે આ રોલને એન્જોય કરી રહ્યો છે. ત્યારબાદ સૂર્યાએ મુંબઈ ઈન્ડિયન્સનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે જ્યારે રોહિત શર્મા ફ્રેન્ચાઈઝીનો કેપ્ટન હતો ત્યારે જો તેને કંઈ લાગતું હતું તો તે કેપ્ટનને સૂચન કરતો હતો.

5 / 8
આ પછી સૂર્યાએ જે કહ્યું તે માત્ર 2-3 શબ્દોનું હતું પરંતુ તે એ પણ સંકેત આપે છે કે તેને કેપ્ટનશિપની ઓફર મળી છે અથવા મળી શકે છે. સૂર્યાએ એટલું જ કહ્યું- 'બાકીને જોઈ લઈએ.' હવે સવાલ એ ઊભો થયો છે કે શું ટીમ ઈન્ડિયા પછી મુંબઈ ઈન્ડિયન્સમાં પણ કેપ્ટનશિપમાં ફેરફારની તૈયારી થઈ રહી છે?

6 / 8
ગત સિઝનમાં જ ફ્રેન્ચાઈઝીએ હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવીને આશ્ચર્યચકિત કરી દીધા હતા. રોહિતને સુકાની પદ પરથી હટાવવામાં આવતા ભારે હોબાળો થયો હતો અને ચાહકોને પણ તે પસંદ નહોતું આવ્યુ. મુંબઈની ટીમ સિઝનમાં છેલ્લા સ્થાને રહી હતી. જો કે, રોહિતની કપ્તાનીમાં ભારતે T20 વર્લ્ડ કપ જીત્યો અને રોહિતની નિવૃત્તિ પછી સૂર્યાને હાર્દિકની જગ્યાએ T20 ટીમની કેપ્ટનશીપ મળી.

7 / 8
જોકે, સૂર્યાના સંપર્ક માત્ર મુંબઈ ઈન્ડિયન્સ સાથે જ નહીં પરંતુ અન્ય કેટલીક ફ્રેન્ચાઈઝી સાથે પણ હોવાની અટકળો ચાલી રહી છે. એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે કોલકાતાએ IPL 2024નો ખિતાબ જીત્યો હોવા છતાં, શ્રેયસ અય્યરને મુંબઈમાં ટ્રેડ કરી શકાય છે અને સૂર્યાને ફ્રેન્ચાઈઝીમાં લાવીને કેપ્ટન બનાવી શકાય છે.

8 / 8
આ સિવાય લખનૌ સુપર જાયન્ટ્સ સાથે પણ સંપર્ક થયો હોવાના અહેવાલો આવ્યા છે, જે કેએલ રાહુલની જગ્યાએ નવા કેપ્ટનની શોધમાં છે. આવી સ્થિતિમાં સૌની નજર તેના પર છે કે સૂર્યા મુંબઈનો કેપ્ટન બનશે કે પછી તે બીજી ફ્રેન્ચાઈઝીમાં જશે? (All Photo Credit : PTI / GETTY IMAGES)

Published On - 8:39 pm, Sat, 5 October 24