
IPL 2025માં ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સની પહેલી મેચ 23 માર્ચે મુંબઈ ઈન્ડિયન્સ સામે છે. જેમાં ધોની મેદાનમાં ઉતરશે અને મેદાનમાં ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ થશે. જો કે હવે આ દિગ્ગજ 43 વર્ષનો થઈ ગયો છે અને ગઈ સિઝનની જેમ આ સિઝનમાં પણ નીચલા ક્રમે જ બેટિંગ કરશે એવું લાગી રહ્યું છે. અને કદાચ એટલા માટે જ ફેન્સ ધોનીને વધુ સમય બેટિંગ કરતા ન પણ જોઈ શકે.

ધોનીની ઉંમર અને ગત સિઝનમાં તેની ફિટનેસને લઈ સમસ્યાને જોતા ફેન્સના મનમાં એ પણ સવાલ છે કે શું ધોની આ સિઝન બાદ નિવૃત્તિ લેશે? શું આ મહેન્દ્ર સિંહ ધોનીનું છેલ્લું IPL છે? આ એક એવો પ્રશ્ન છે જે છેલ્લા 5 વર્ષથી ધોનીને પણ પૂછવામાં આવી રહ્યો છે, અને દરેક વખતે ધોનીએ પોતાની બેટથી મેદાનમાં આનો જવાબ આપ્યો છે.

એવામાં આમ કહેવું બહુ વહેલું છે કે ધોની આ સિઝન બાદ IPLમાંથી સંન્યાસ લેશે. ધોની ભલે ઉંમરના મામલે અન્ય ખેલાડીઓની સરખામણીમાં બુઢ્ઢો (વધુ ઉંમરનો) હોય, છતાં આ બુઢ્ઢો શેર આજે પણ પોતાના શિકારને (IPL ટ્રોફીને) આસાનીથી જવા દે એમ નથી. IPL 2025નો આ સૌથી બુઢ્ઢો શેર ફરી શિકાર માટે તૈયાર છે. (All Photo Credit : PTI)
Published On - 5:06 pm, Mon, 17 March 25