
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝ શરૂ થવાના એક દિવસ પહેલા બેંગલોરમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો અને પત્રકારોના સવાલોના જવાબ આપ્યા હતા.

આ પ્રેસ કોન્ફરન્સમાં રોહિત શર્માએ ન્યુઝીલેન્ડ સિરીઝની સાથે ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસને લઈને પણ વાત કરી હતી, જેમાં સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને લઈ મોટી અપડેટ કેપ્ટન રોહિત શર્માએ આપી હતી.

તમને જાણીને નવાઈ લાગશે કે રોહિત શર્માએ બેંગલુરુમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે મોહમ્મદ શમીનો ઘૂંટણ સંપૂર્ણ રીતે સાજો થયો નથી અને તેની ઈજા એટલી ખરાબ છે કે શમીને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર લઈ જવો ઘણો મુશ્કેલ છે.

રોહિત શર્માએ બેંગલુરુમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ઈમાનદારીથી કહું તો શમીના ઓસ્ટ્રેલિયા પ્રવાસનો નિર્ણય લેવો ઘણો મુશ્કેલ છે. તેને વધુ એક આંચકો લાગ્યો છે. અને તેના ઘૂંટણમાં હજુ પણ સોજો છે. હવે તેણે ફરી શરૂઆત કરવી પડશે. શમી ફિઝિયો અને ડોક્ટર સાથે છે. અમે ઘાયલ (ઈજાગ્રસ્ત) શમીને ઓસ્ટ્રેલિયા લઈ જવા માંગતા નથી.

કેપ્ટન રોહિત શર્માના નિવેદન બાદ એક વાત તો સ્પષ્ટ થઈ છે કે શમીની ઈજા સામાન્ય નથી. એવામાં જોવાનું એ રહેશે કે શમી કેટલી જલ્દી આ ઈજામાંથી સાજો થશે? અને શું સિલેક્ટર્સ શમીને ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટેની ટીમમાં શમીની પસંદગી કરશે? (All Photo Credit : PTI/GETTY/ICC/BCCI)
Published On - 6:14 pm, Tue, 15 October 24