ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025માં ગ્રુપ એની બીજી મેચ 20 ફેબ્રુઆરીના રોજ દુબઈના મેદાનમાં રમાશે. આ મેચમાં સૌની નજર બાંગ્લાદેશના 22 વર્ષના ફાસ્ટ બોલર નાહિદ રાણા પર રહેશે.જેની સ્પીડ ટીમ ઈન્ડિયાના બેટ્સમેન માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.
ચેમ્પિયન ટ્રોફી 2025ની બીજી મેચ ટીમ ઈન્ડિયા અને બાંગ્લાદેશ વચ્ચે દુબઈમાં રમાશે. બાંગ્લાદેશની ટીમ પોતાના સ્પિન અટેક માટે જાણીતી છે પરંતુ 20 ફેબ્રુઆરીના રોજ રમાનારી મેચમાં રમતા પહેલા બાંગ્લાદેશના કેપ્ટન નજમુલ હસન શાંતોએ ભારત વિરુદ્ધ જીત મેળવવા માટે વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
જેનું કારણ છે 22 વર્ષનો યુવા બોલર, અમે વાત કરી રહ્યા છીએ નાહિદ રાણાની જે 150ની સ્પીડથી બોલર ફેંકવામાં માહેર છે. તે દુબઈમાં ભારતીય ટીમ માટે મોટો ખતરો સાબિત થઈ શકે છે.
નાહિદ રાણાને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વધારે અનુભવ નથી પરંતુ તે એક યુવા ખેલાડી તરીકે બહાર આવ્યો છે. નાહિદે અત્યારસુધી કુલ 6 ટેસ્ટ મેચમાં 20 વિકેટ લીધી છે. તો રાણાએ 3 વનડે મેચમાં 4 વિકેટ લીધી છે. પરંતુ લિસ્ટ એમાં તેનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. તેમણે 13 મેચમાં માત્ર 18.86ની સરેરાશથી 30 વિકેટ લીધી છે.
દુબઈની પીચ પર રાણાની ઊંચાઈ અને તેની ગતિ તેના માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આનાથી તેને વધુ ઉછાળો મળી શકે છે,