India vs Bangladesh : કોણ છે હસન મહેમૂદ જેમણે રોહિત, ગિલ ,વિરાટ અને પંતને આઉટ કરીને સનસનાટી મચાવી દીધી
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં પહેલી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં બાંગ્લાદેશ ક્રિકેટ ટીમનો બોલર હસન મહમૂદે 3 વિકેટ લઈ ભારતને બેકફુટમાં ધકેલી દીધું છે. તો જાણો કોણ છે બાંગ્લાદેશનો બોલસ હસન મહેમૂદ
1 / 5
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં પહેલી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટીમ ઈન્ડિયાએ બેટિંગ કરતા શરુઆતમાં 3 મહત્વની વિકેટ ગુમાવવાનો વારો આવ્યો છે. કેપ્ટન રોહિત શર્મા, શુભમન ગિલ અને વિરાટ કોહલી આઉટ થયા છે.
2 / 5
રોહિત શર્મા, શુભમન ગિલ ,વિરાટ કોહલી અને પંત આ 4 વિકેટ બાંગ્લાદેશના યુવા ફાસ્ટ બોલર હસન મહમુદે લીધી છે. હસન મહમૂદ પોતાની ચોથી ટેસ્ટ મેચ રમી રહ્યો છે. તો ચાલો આજે આપણે જાણીએ બાંગ્લાદેશનો ક્રિકેટ ટીમનો બોલર હસન મહમૂદ કોણ છે.
3 / 5
હસન મહમૂદે બાંગ્લાદેશ ક્રિકેટ ટીમને શાનદાર શરુઆત અપાવી છે. તેમણે ભારત વિરુદ્ધ બોલિંગ કરી 10 ઓવરમાં 3 વિકેટ લીધી હતી. રોહત શર્મા 6 રન, ગિલ 0 રન અને વિરાટ કોહલી 6 રન બનાવી પેવેલિયન પરત ફર્યા હતા. આ 3 વિકેટ માત્ર 34 રનમાં ભારતે ગુમાવી હતી. 3 વિકેટ કેચ આઉટ થઈ હતી.
4 / 5
હસન મહમૂદ બાંગ્લાદેશનો ફાસ્ટ બોલર છે. 1999ના રોજ જન્મેલા હસન મહમૂદની આ ચોથી ટેસ્ટ મેચ છે. તેમણે અત્યારસુધી 3 ટેસ્ટ મેચમાં કુલ 14 વિકેટ લીધી છે. ચોથી ટેસ્ટ મેચમાં તેમણે પહેલી ઈનિગ્સમાં 3 વિકેટ લીધી છે. વનડેમાં હસને 22 મેચમાં 30 અને ઈન્ટરનેશનલ ટી20 મેચમાં 18 મેચમાં 18 વિકેટ લીધી છે.
5 / 5
હસન મહમૂદે પાકિસ્તાન વિરુદ્ધ ટેસ્ટ ક્રિકેટમાં પણ પોતાના પ્રદર્શનથી સૌ કોઈનું દિલ જીતી લીધું હતુ. હસન મહમૂદ માત્ર 24 વર્ષનો છે. કહી શકાય કે, પહેલી ટેસ્ટ મેચમાં 24 વર્ષનો ફાસ્ટ બોલર ભારતીય ટીમ પર ભારે પડ્યો છે. હસને ચોથી વિકેટ પંતની લીધી હતી.
Published On - 12:52 pm, Thu, 19 September 24