
વિરાટ કોહલીનો બોડીગાર્ડ સોનું પણ ધ્યાન રાખે છે કે, કોઈ પણ વ્યક્તિ વામિકા અને અકાયના ફોટો ક્લિક ન કરે. કોહલી પરિવાર સોનુને પરિવારનો સભ્ય માને છે.

સોનુ ઘણા વર્ષોથી અનુષ્કા શર્મા સાથે સંકળાયેલો છે અને હવે તે IPL 2025 ના વિજેતા વિરાટ કોહલીની સુરક્ષાની જવાબદારી પણ સંભાળે છે. સોનુ એ પણ ધ્યાન રાખે છે કે તેની હાજરીમાં, પાપારાઝી અથવા અન્ય કોઈ અનુષ્કા અથવા તેના બાળકો વામિકા-અકાયના ફોટા પરવાનગી વિના ક્લિક ન કરી શકે.

સોનુ 2017 થી અનુષ્કા સાથે સંકળાયેલો છે. બાદમાં તેણે વિરાટને પણ સુરક્ષા પૂરી પાડવાનું શરૂ કર્યું. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોનુને વાર્ષિક 1.2 કરોડ રૂપિયા મળે છે. તમે સમજી શકો છો કે સોનુનો પગાર ઘણી કંપનીઓના CEO કરતા ઘણો વધારે છે.

અનુષ્કાના આ બોડીગાર્ડનું નામ સોનુ છે. સોનુ અનુષ્કા સાથે ત્યારથી છે જ્યારે તેના લગ્ન પણ થયા ન હતા.ફિલ્મ સેટ હોય કે કોઈ મીટિંગ, સોનુ હંમેશા તેની સાથે રહે છે.
Published On - 1:12 pm, Tue, 10 June 25