છેલ્લી વખત IPLમાં રમવા ઉતર્યો હતો રોહિત શર્મા ? મુંબઈની હાર સાથે તેની કારકિર્દીનો આવ્યો અંત !

ક્વોલિફાયર-2 ની રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 5 વિકેટથી હરાવીને આ સિસીઝનમાંથી બહાર ફેંકી દીધું. પંજાબ કિંગ્સ 11 વર્ષ પછી IPLની ફાઇનલમાં પહોંચી છે. આ દરમિયાન, રોહિત શર્માના IPLમાં ભવિષ્યમાં રમવા પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

| Updated on: Jun 02, 2025 | 11:00 PM
4 / 6
રોહિત શર્માએ આ સિઝનમાં 15 મેચ રમી છે. આ દરમિયાન તેણે 29.85ની સરેરાશથી 418 રન બનાવ્યા છે, જેમાં 4 અડધી સદીનો સમાવેશ થાય છે. આ દરમિયાન તેણે IPLમાં 300 છગ્ગા ફટકારવાની સિદ્ધિ પણ હાંસલ કરી છે.

5 / 6
રોહિતે પોતાની કેપ્ટનશીપ હેઠળ મુંબઈ ઈન્ડિયન્સને 5 વખત IPL ચેમ્પિયન બનાવ્યું છે. તેણે અત્યાર સુધી IPL માં 272 મેચ રમી છે. તેની 267 ઈનિંગ્સમાં તેણે 29.73ની સરેરાશથી 7046 રન બનાવ્યા છે. તેણે બે સદી અને 47 અડધી સદી ફટકારી છે.

6 / 6
રોહિત શર્મા IPLની તમામ સિઝન રમનાર ખેલાડી છે અને સૌથી સફળ ટીમનો કેપ્ટન પણ રહ્યો છે. હવે જોવાનું એ રહે છે કે તે આગામી સિઝનમાં મેદાનમાં ઉતરશે કે IPL 2025 તેની છેલ્લી સિઝન હતી. (All Photo Credit : PTI / Getty Images)

Published On - 11:00 pm, Mon, 2 June 25