
ત્યારે હવે ભારતીય ચાહકો ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પણ વિરાટ કોહલીના બેટમાંથી સદી આવી તેવી પ્રાર્થના કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ જો કિંગ કોહલી 61 રન બનાવે છે તો વિરાટ કોહલી નવો ઈતિહાસ રચી દેશે.

વિરાટ કોહલી ICC નોકઆઉટ મેચોમાં વિશ્વાસનું બીજું નામ બની ગયો છે. તે ICC નોકઆઉટ મેચોમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. અત્યાર સુધીમાં ICC નોકઆઉટ મેચોમાં તેના બેટમાંથી 939 રન આવ્યા છે.

જો આજે વધુ 61 રન બનાવવામાં સફળ રહે છે, તો આઈસીસી નોકઆઉટ મેચમાં પોતાના 1000 રન પુરા કરશે. આવું કરનાર તે દુનિયાનો પહેલો બેટ્સમેન બની જશે. અત્યારસુધી કોઈ પણ બેટ્સમેન આવું કરી શક્યું નથી.