
આ સિવાય વિરાટ કોહલીએ પોતાની પત્ની અનુષ્કા શર્મા સાથે એક ફોટો મે મહિનામાં ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો. જેને 20 મિલિયનથી વધારે લોકોએ લાઈક કર્યો હતો. જ્યારે ટી20 વર્લ્ડકપમાં જીત બાદ આ ફોટો વિરાટ કોહલીએ પોસ્ટ કર્યો હતો. જેને 22 મિલિયનથી વધારે લોકોએ લાઈફ કર્યો હતો.

ફુટબોલ જગતના મહાન ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના આ ફોચોને 20 મિલિયનથી વધારે લાઈક મળી ચૂકી છે. જેમાં એક ફોટોમાં આઈસ પૂલમાં ડુબકી લગાવતા જોઈ શકાય છે. આ દરમિયાન પોર્ટુગલના કેપ્ટને આઇસ ચેલેન્જ લીધી. જ્યારે બીજી પોસ્ટમાં, જે 20 મિલિયનનો આંકડો પાર કરી ગઈ, તે તેના પુત્ર સાથે જોવા મળે છે. આ ફોટો ફેબ્રુઆરી 2024 મહિનાનો છે.

આ સિવાય કેનેડિયન સિંગર જસ્ટિન બીબરની એક પોસ્ટ ને 20 મિલિયનથી વધારે લાઈફ મળી છે. આ ફોટોમાં તે એક બાળકને પોતાના ખંભા પર બેસાડ્યો છે. આ ફોટોએ 24 મિલિયનથી વધારે લોકોએ લાઈફ કર્યો છે.