
અભ્યાસના મામલે અનુષ્કા શર્મા વિરાટ કોહલીથી આગળ છે. તે આર્ટસમાં ગ્રેજ્યુએટ છે અને માસ્ટર્સ ઈકોનોમિક્સમાં કર્યું છે. અનુષ્કા શર્મા ભણવામાં ખુબ જ હોશિયાર હતી. તે સ્કુલ અને કોલેજમાં ટોપર રહી ચૂકી છે.

અનુષ્કા શર્મા મોડલિંગ કરવા માંગતી હતી. જેના કારણે તેમણે અભ્યાસ કર્યા બાદ મોડલિંગમાં કરિયર બનાવવાનું નક્કી કર્યું અને બોલિવુડમાં અનેક હિટ ફિલ્મોમાં કામ કર્યું છે.

અનુષ્કા શર્માનો જન્મ 1 મે 1988ના રોજ થયો છે. જ્યારે વિરાટ કોહલીનો જન્મ 5 નવેમ્બર 1988માં થયો છે. અનુષ્કા શર્મા વિરાટ કોહલી કરતા 6 મહિના મોટી છે.

વિરાટ કોહલી અનુષ્કા શર્મા કરતા વધુ પૈસાદાર છે, તેમની કુલ સંપત્તિ 1300 કરોડ છે, જ્યારે અનુષ્કાની કુલ સંપત્તિ આશરે 255 કરોડ છે. વિરાટની આવક ક્રિકેટ, જાહેરાતો માંથી આવે છે, જ્યારે અનુષ્કાની આવક ફિલ્મો, એન્ડોર્સમેન્ટ્સ, તેના પ્રોડક્શન હાઉસ ક્લીન સ્લેટ ફિલ્મ્સ અને ફેશન બ્રાન્ડમાંથી આવે છે.