CA બન્યા બાદ ક્રિકેટમાં રસ જાગ્યો, KKRને ચેમ્પિયન બનાવવામાં વેંકટેશ અય્યરનો છે મોટો ફાળો
વેંકટેશ રાજશેકરન અય્યરનો જન્મ 25 ડિસેમ્બર 1994 રોજ થયો છે. જે એક ભારતીય ક્રિકેટર છે જે સ્થાનિક ક્રિકેટમાં મધ્યપ્રદેશ અને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમે છે. જેમણે કોલકાત નાઈટ રાઈડર્સને આઈપીએલ 2024ની ટ્રોફી જીતાડી છે.
1 / 11
આઈપીએલ 2024 ફાઈનલમાં ઓલરાઉન્ડર વેંકટેશ અય્યરે બેટ વડે પોતાનો જાદુ બતાવીને સૌના દિલ જીતી લીધા હતા.આ સિઝનમાં વેંકટેશ અય્યરે KKR ટીમના બેટિંગ ઓર્ડરમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને 15 મેચમાં કુલ 370 રન બનાવ્યા હતા જેમાં તેની એવરેજ 46.25 હતી.
2 / 11
આઈપીએલમાં કોલકાતા નઈટ રાઈડર્સ માટે રમનાર ઓલરાઉન્ડર વેંકટેશ અય્યર ઈન્દોરના એક સામાન્ય પરિવારમાંથી આવે છે.વેંકટેશ અય્યરનું ઘર ઈન્દોરમાં છે. તેના પિતાનું નામ રાજશેકરન અય્યર અને માતાનું નામ ઉષા અય્યર છે. તેમજ ક્રિકેટરને એક બહેન પ્રિયા પણ છે. તો આજે આપણે વેંકટેશ અય્યરના પરિવાર વિશે વાત કરીએ.
3 / 11
વેંકટેશ અય્યરની સ્ટોરી કોઈ બોલિવુડ ફિલ્મથી ઓછી નથી. તમને જણાવી દઈએ કે, વેંકટેશ ઐયર ક્રિકેટર બન્યા પહેલા સીએ હતો, ત્યારબાદ આ ખેલાડીએ સીએના સ્થાને ક્રિકેટને પસંદ કર્યું હતુ.
4 / 11
વેંકટેશ અય્યરની સ્ટોરી કોઈ બોલિવુડ ફિલ્મથી ઓછી નથી. તમને જણાવી દઈએ કે, વેંકટેશ અય્યર ક્રિકેટર બન્યા પહેલા સીએ હતો, ત્યારબાદ આ ખેલાડીએ સીએના સ્થાને ક્રિકેટને પસંદ કર્યું હતુ.
5 / 11
વેંકટેશ અય્યરે આઈપીએલ સિવાય ભારતીય ટીમ માટે રમી ચૂક્યો છે. વેંકટેશ અય્યરે પોતાનું વનડે ડેબ્યુ 19 જાન્યુઆરી 2021ના રોજ સાઉથ આફ્રિકા વિરુદ્ધ કર્યું હતુ. આ ખેલાડીએ પોતાનું ટી20 ડેબ્યુ 21 જાન્યુઆરી 2021ના રોજ સાઉથ આફ્રિકા વિરુદ્ધ કર્યું હતુ.
6 / 11
કોલકાતા માટે તેના પ્રભાવશાળી પ્રદર્શનના આધારે તેને ભારતીય T20 ટીમમાં પણ જગ્યા મળી. ભારતને UAEમાં T20 રમવાની તક મળી. આ સિવાય જો તેના કરિયરની વાત કરીએ તો તેણે ભારત માટે 9 ટી20 મેચ રમી છે જેમાં તેણે 33ની એવરેજથી 133 રન બનાવ્યા છે. તેના નામે ટી20 કરિયરમાં આટલી જ મેચોમાં 5 વિકેટ પણ છે.
7 / 11
તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાનની માલિકીની KKRમાં છે, ખેલાડી આઈપીએલની કુલ 51 મેચ રમી છે અને 137.1ની સ્ટ્રાઈકરેટથી 1326 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, 11 અડધી સદી ફટકારવામાં આવી હતી, જ્યારે 1 સદી સામેલ છે.
8 / 11
અય્યરે માર્ચ 2015માં હોલકર સ્ટેડિયમ ખાતે રેલવે ક્રિકેટ ટીમ સામે ટ્વેન્ટી-20માં ડેબ્યુ કર્યું હતું અને તે જ વર્ષે ડિસેમ્બરમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમ સામે લિસ્ટ Aમાં પ્રવેશ કર્યો હતો, જ્યારે તે કોમર્સની સ્નાતકની ડિગ્રી કરી રહ્યો હતો CA ઇન્ટરમીડિયેટની પરીક્ષાઓ પાસ કર્યા પછી, તેણે ક્રિકેટમાં આગળ વધવા માટે ડ્રોપઆઉટ કરવાનો અને ફાઇનાન્સમાં માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં પ્રવેશ લેવાનું નક્કી કર્યું.
9 / 11
6 ડિસેમ્બર 2018ના રોજ 2018-19 રણજી ટ્રોફીમાં મધ્ય પ્રદેશ માટે પ્રથમ-વર્ગમાં પ્રવેશ કર્યો હતો. ફેબ્રુઆરી 2021માં, 2021 ઈન્ડિયન પ્રીમિયર લીગ પહેલા આઈપીએલની હરાજીમાં ઐયરને કોલકાતા નાઈટ રાઈડર્સ દ્વારા ખરીદવામાં આવ્યો હતો.20 સપ્ટેમ્બર 2021ના રોજ, સંયુક્ત આરબ અમીરાતમાં IPL ફરી શરૂ થયા બાદ, તેણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે IPLમાં પ્રવેશ કર્યો. 23 સપ્ટેમ્બર 2021ના રોજ, તેણે મુંબઈ ઈન્ડિયન્સ સામે તેની પ્રથમ આઈપીએલ ફિફ્ટી ફટકારી.16 એપ્રિલ 2023ના રોજ, અય્યરે તેની પ્રથમ આઈપીએલ સદી મુંબઈ ઈન્ડિયન્સ સામે 51 બોલમાં 104 રન ફટકારી હતી.
10 / 11
ભારતની 2021 ICC T20 વર્લ્ડ કપ ટીમમાં નેટ બોલર બનવા માટે તેને UAEમાં રહેવા માટે કહેવામાં આવ્યું હતું.નવેમ્બર 2021માં, તેને ન્યુઝીલેન્ડ સામેની સીરિઝ માટે ભારતની ટ્વેન્ટી20 ઈન્ટરનેશનલ (T20I) ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું.તેણે 17 નવેમ્બર 2021ના રોજ ન્યૂઝીલેન્ડ સામે ભારત માટે ટી20Iમાં પ્રવેશ કર્યો હતો.
11 / 11
કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમતા ઓલરાઉન્ડર વેંકટેશ અય્યરે પોતાના અંગત જીવનમાં એક નવી પીચ પર પગ મૂક્યો છે. અય્યરની સગાઈ થઈ ચુકી છે.KKR ઓલરાઉન્ડરે શ્રુતિ રગુનાથન સાથે સગાઈ કરી હતી,
Published On - 2:10 pm, Mon, 27 May 24