
વૈભવ સૂર્યવંશી IPL 2025માં રાજસ્થાન રોયલ્સ માટે રમ્યો હતો અને 7 મેચમાં 36ની સરેરાશથી 252 રન બનાવ્યા હતા. તેણે એક સદી અને એક અડધી સદી ફટકારી હતી. વૈભવે 206.50ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા અને તેનો શ્રેષ્ઠ સ્કોર 101 રન છે.

હાલમાં, વૈભવ ભારત અંડર 19 ટીમ તરફથી ઈંગ્લેન્ડ અંડર 19 ટીમ સામે યુથ ODI શ્રેણી રમી રહ્યો છે. તેણે આ શ્રેણીમાં 4 મેચમાં 80.50ની સરેરાશ અને 198.76ના સ્ટ્રાઈક રેટથી 322 રન બનાવ્યા છે. આ દરમિયાન, તેણે 1 સદી અને 1 અડધી સદી ફટકારી છે. (All Photo Credit : PTI / Getty Images)