5 એવા કેપ્ટન જેની કેપ્ટનશીપમાં ભારત એક પણ ટી20 મેચ હાર્યું નથી, આ દિગ્ગજો છે લિસ્ટમાં

એમએસ ધોની, વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજ ક્રિકેટરોએ ભારતીય ટી20 ટીમની કમાન સંભાળી ચૂકયા છે. આ ફોર્મેટમાં ખુબ સફળ પણ રહ્યા છે પરંતુ આજે અમે તમનેએ ખેલાડીઓ વિશે બતાવવા જઈ રહ્યા છીએ. જેની કેપ્ટનશીપમાં ભારત એક પણ મેચ હાર્યું નથી.

| Updated on: Dec 12, 2025 | 11:07 AM
1 / 6
5 એવા કેપ્ટન જેની કેપ્ટનશીપમાં ભારત એક પણ ટી20 મેચ હાર્યું નથી, આ દિગ્ગજો છે લિસ્ટમાં જુઓ

2 / 6
ભારતને પહેલો ટી20 વર્લ્ડકપનો ખિતાબ 2007માં એમએસ ધોનીએ જીતાડ્યો હતો.  આ વાત બધાને યાદ છે પરંતુ શું તમે જાણો છો કે, ભારતની પહેલી ટી20માં કેપ્ટનશીપ કરનાર ખેલાડી વિરેન્દ્ર સહેવાગ હતો. સહેવાગે પોતાના કરિયરમાં માત્ર એક ટી20મેચમાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ કેપ્ટનશીપ કરી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયા 6 વિકેટથી જીતી હતી.

3 / 6
જસપ્રીત બુમરાહે માત્ર 2 ટી20 મેચમાં ભારતીય ટીમની કમાન સંભાળવાની તક મળી છે. આ તક તેમને ત્યારે મળી જ્યારે તે લાંબી ઈજા બાદ 2023માં આયરલેન્ડ પ્રવાસ પર વાપસી કરી હતી. બુમરાહની આગેવાનીમાં ભારતે પહેલી ટી20 2 રન થી તો બીજી ટી20 મેચ 22 રનના અંતરથી જીતી હતી.

4 / 6
સુરૈશ રૈનાને ભારતીય ટીમની કમાન સંભાળવાની તક 2010-11 દરમિયાન 3 મેચમાં મળી હતી. આ 3 મેચમાં ટીમ ઈન્ડિયાએ જીત મેળવી હતી. સુરૈશ રૈના પણ કેપ્ટન તરીકે સારું પ્રદર્શન કર્યું છે.

5 / 6
ઋતુરાજ ગાયકવાડે એશિયન ગેમ્સ 2023 દરમિયાન ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી હતી. આ ટૂર્નામેન્ટમાં ભારતે જીતની હેટ્રિક લગાવી હતી અને ટ્રોફી જીતી હતી. ઋતુરાજ ગાયકવાડ સીનિયર ટીમમાં પોતાનું સ્થાન પાક્કું કરી શક્યો નહી પરંતુ કેપ્ટન તરીકે તેનો પણ એક રેકોર્ડ છે.

6 / 6
કે.એલ રાહુલ એક વખત ભારતીય ટી20 ટીમની કમાન સંભાળી હતી. 2022માં અફઘાનિસ્તાન વિરુદ્ધ કેપ્ટનશીપ કરી હતી. ભારતે આ મેચમાં 101 રનના મોટા અંતરથી જીત્યું હતુ. જેમાં વિરાટ કોહલીએ અણનમ 122 રનની ઈનિગ્સ રમી હતી.