
આરસીબીની ટીમ એક મજબુત મિડલ ઓર્ડર બેટ્સમેન અને વિકેટકીપરનો શોધમાં છે. સરફરાઝ ખાન આ બંન્ને કામ કરી શકે છે. ત્યારે ટીમ પોતાના સ્ટારને પાછો ટીમમાં લઈ શકે છે.

દિલ્હી કેપિટલ્સની ટીમ ફરી એક વખત સરફરાઝ ખાનને ટીમમાં લેવા માંગશે.સરફરાઝ ખાન અને પંતની સારી મિત્રતા છે અને ચાહકો આ બંન્નેને સાથે રમતા જોવા માંગશે.

ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ પણ એક વિકેટકીપની શોધમાં છે. ધોનીનું રમવું નક્કી માનવામાં આવી રહ્યું છે,ત્યારે સરફરાઝ ખાન એક સારો વિકલ્પ બની શકે છે.સરફરાઝ પણ ધોની સાથે રમવા માંગે છે.