
2019- રાજસ્થાન રોયલ્સ: અજિંક્ય રહાણેની કપ્તાનીમાં 2018માં પ્લેઓફમાં પહોંચેલી રાજસ્થાન રોયલ્સે IPL 2019માં શરૂઆતથી જ હારનો સામનો કરવો પડ્યો હતો અને આવી સ્થિતિમાં રહાણેને સિઝનની મધ્યમાં જ હટાવીને સ્ટીવ સ્મિથને સુકાનીપદ સોંપવામાં આવ્યું હતું, પરંતુ તે પણ રાજસ્થાનનું ભાગ્ય બદલી શક્યો નહીં.

2020- કોલકાતા નાઈટ રાઈડર્સ: 2020માં KKRનો કેપ્ટન દિનેશ કાર્તિક ન તો બેટથી રન બનાવી શક્યો ન તો ટીમને જીત અપાવી શકી. આવી સ્થિતિમાં કોલકાતાના મેનેજમેન્ટે તેને હટાવીને ઈંગ્લેન્ડને વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર કેપ્ટન ઈયોન મોર્ગનને કમાન સોંપી હતી. મોર્ગન KKRને 2021માં ફાઈનલમાં લઈ ગયો હતો.

2021- સનરાઈઝર્સ હૈદરાબાદ: 2021માં સૌથી વિવાદાસ્પદ ફેરફાર સનરાઈઝર્સ હૈદરાબાદમાં જોવા મળ્યો હતો. SRHએ ડેવિડ વોર્નરને સિઝનના મધ્યમાં કેપ્ટન તરીકે હટાવવાની સાથે તેને ટીમમાંથી પણ બહાર કરી દીધો. સિઝનની મધ્યમાં વોર્નરની જગ્યાએ કેન વિલિયમસનને કમાન સોંપવામાં આવી હતી.

2022- ચેન્નાઈ સુપર કિંગ્સ: ભાગ્યે જ કોઈએ આની અપેક્ષા રાખી હશે. એક સિઝન પહેલા જ ધોનીએ ચેન્નાઈને ચોથી વખત ચેમ્પિયન બનાવ્યું હતું, પરંતુ 2022ની સિઝન પહેલા તેણે કેપ્ટનશીપ છોડીને બધાને ચોંકાવી દીધા હતા. રવીન્દ્ર જાડેજાને કમાન સોંપવામાં આવી હતી પરંતુ પ્રથમ 8 મેચમાંથી 6 મેચ હાર્યા બાદ જાડેજાને કેપ્ટન પદેથી હટાવવામાં આવ્યો અને ધોની ફરી કેપ્ટન બન્યો. ધોનીએ 2023માં ટીમને પાંચમી વખત CSKને ચેમ્પિયન બનાવ્યું.