
આ પછી, વિરાટ કોહલી અને રોહિત શર્મામાંથી ઓછામાં ઓછો એક ખેલાડી દરેક એશિયા કપમાં રમ્યો છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા છેલ્લા બે દાયકાથી ભારતીય ક્રિકેટના બે સૌથી મોટા સ્ટાર રહ્યા છે.

બંનેએ પોતાની બેટિંગથી એશિયા કપ જેવી મોટી ટુર્નામેન્ટમાં ભારતની જીતમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. 2010માં, બંને ખેલાડીઓએ સાથે મળીને ટીમ માટે ખિતાબ જીત્યો હતો. રોહિત અને વિરાટ 2016 એશિયા કપ જીતનાર ભારતીય ટીમનો પણ ભાગ હતા.

રોહિત શર્માએ પોતાની કેપ્ટનશીપ હેઠળ 2018ના એશિયા કપમાં ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. 2023માં પણ ટીમ ઈન્ડિયાએ રોહિતની કેપ્ટનશીપ હેઠળ આ ટુર્નામેન્ટ જીતી હતી. તે સમયે વિરાટ કોહલી પણ ટીમનો ભાગ હતો. પરંતુ આ વખતે ભારતીય ચાહકોને આ બે ખેલાડીઓની ખોટ સાલશે. (All Photo Credit : PTI / GETTY)