
ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે અમદાવાદમાં પહેલી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ ટેસ્ટ મેચનો ટોસ થઈ ચૂક્યો છે. ત્યારબાદ બંન્ને ટીમે પોતાની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી હતી. ભારતે આ મેચમાં 3 સ્પિનરની સાથે મેદાનમાં ઉતરવાનો નિર્ણય લીધો છે.

મોટી વાત એ છે કે, કુલદીપ યાદવની ટેસ્ટમાં વાપસી થઈ છે. વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ સીરિઝથી ભારત પોતાના ઘરેલું સીરિઝની શરુઆત કરવા જઈ રહ્યું છે. આ વર્ષ ભારતીય ટીમની ઘરઆંગણે આ પહેલી ટેસ્ટ છે.

ભારતીય ટીમમાં કુલદીપ યાદવ સિવાય 2 સ્પિનર રવિન્દ્ર જાડેજા અને વોશિગ્ટન સુંદર છે. કુલદીપ યાદવની 347 દિન બાદ ભારતની ટેસ્ટ ટીમમાં વાપસી થઈ રહી છે. તેમણે પોતાની છેલ્લી ટેસ્ટ 11 મહિના પહેલા ગત્ત વર્ષે 16 થી 20 ઓક્ટોમ્બર સુધી ન્યુઝીલેન્ડ વિરુદ્ધ રમી હતી. ત્યારબાદ કુલદીપ યાદવ ટેસ્ટમાં ભારતની પ્લેઈંગ ઈલેવનનો હિસ્સો બન્યો છે.

ત્રણ સ્પિનરો ઉપરાંત, ભારતીય પ્લેઇંગ ઇલેવનમાં જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજના રૂપમાં બે ફાસ્ટ બોલરોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેમની પાસે નીતિશ રેડ્ડી તરીકે એક ઓલરાઉન્ડર પણ છે. ઇંગ્લેન્ડની જેમ, યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલ પર ઓપનિંગની જવાબદારી રહેશે.

આવી છે ભારત અને વેસ્ટઈન્ડિઝની પ્લેઈંગ 11 ભારત : યશસ્વી જ્યસ્વાલ, કે.એલ રાહુલ, સાંઈ સુદર્શન, શુભમન ગિલ,ધ્રુવ જુરેલ,નીતિશ રેડ્ડી,રવિન્દ્ર જાડેજા, વોશિગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ,મોહમ્મદ સિરાજ,કુલદીપ યાદવ

વેસ્ટઈન્ડિઝની પ્લેઈંગ ઈલેવન આપણે જોઈએ તો. તેજાનારાયણ ચંદ્રપોલ, જોન કેમ્પબેલ,એલિક અથાનાઝે, બ્રેડન કિંગ,શે હોપ, રોસ્ટન ચેજ, જસ્ટિન ગ્રીવ્સ,જોમેલ વોરિકન, ખેરી પિયરે, જોહાન લેન અને જાયડન સીલ્સ